આઇટમ-નંબર્સ કરતી બધી અભિનેત્રીઓ વેશ્યા : હિન્દુ મહાસભાએ છેડ્યો વિવાદ

Published: 3rd December, 2014 03:24 IST

હિન્દુ મહાસભાના એક નેતાએ હિન્દી ફિલ્મોમાં આછકલાં વસ્ત્રો પહેરીને આઇટમ-સૉન્ગ્સ કરતી તમામ અભિનેત્રીઓને વેશ્યા ગણાવવાની માગણી કરીને નવો વિવાદ છેડ્યો હતો.

નવીન ત્યાગી નામના હિન્દુ મહાસભાના ઉત્તર પ્રદેશ એકમના મહામંત્રીની આ માગણીને પગલે ચોમેરથી ફિટકાર વરસ્યો હતો. મોટા ભાગના રાજકીય પક્ષો અને રાષ્ટ્રીય મહિલા પંચે નવીન ત્યાગીની આ માગણીને દમનકારી ગણાવીને વખોડી કાઢી હતી.

સ્કૂલ્સ અને કૉલેજોમાં ગલ્ર્સ-સ્ટુડન્ટ દ્વારા સ્કર્ટ અને જીન્સ પહેરવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતાં નવીન ત્યાગીએ એમ પણ જણાવ્યું હતું કે છોકરીઓને મોબાઇલ ફોન વાપરવાની છૂટ ન આપવી જોઈએ.

જે અભિનેત્રીઓ ફિલ્મોમાં આઇટમ-નંબર્સ કરે છે અને પોતાનાં કપડાં ઉતારે છે તેમને વેશ્યા જાહેર કરવી જોઈએ એવી પોતાની માગણીને વાજબી ઠરાવતાં નવીન ત્યાગીએ દલીલ કરી હતી કે ‘બીભત્સ આચરણ કરીને નાણાં કમાતી હોય એવી મહિલાઓ વેશ્યા હોય છે એવું અમે માનીએ છીએ. આવી મહિલાઓ સમાજમાં ગંદકી ફેલાવે છે.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK