Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વૉશિંગ્ટન-બીજિંગ માટે નવું રણ બન્યું હૉંગકૉંગ, ડ્રેગનનો અમેરિકાને પડકાર

વૉશિંગ્ટન-બીજિંગ માટે નવું રણ બન્યું હૉંગકૉંગ, ડ્રેગનનો અમેરિકાને પડકાર

25 November, 2019 03:32 PM IST | Mumbai Desk

વૉશિંગ્ટન-બીજિંગ માટે નવું રણ બન્યું હૉંગકૉંગ, ડ્રેગનનો અમેરિકાને પડકાર

વૉશિંગ્ટન-બીજિંગ માટે નવું રણ બન્યું હૉંગકૉંગ, ડ્રેગનનો અમેરિકાને પડકાર


હૉંગકૉંગમાં સ્થાનીય નિકાસમાં ભારે મતદાન દરમિયાન યક્ષ પ્રશ્ન એ છે કે શું ત્યાં લોકતંત્રની વધતો અગ્નિ ધીમો થયો છે. શું લોકતંત્ર માટે છ મહિના પહેલા શરૂ થયેલું હિંસક આંદોલન પૂરું થઈ જશે. આ ચૂંટણીમાં ભારે મતદાનને લઈને હૉંગકૉંગ સરકાર ભલે પોતાની પીઠ થાબડે. ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાનને કૅરી લેમ પ્રશાસનની સફળતા કહેવમાં આવી રહી છે. પણ હૉંગકૉંગ સરકારની મુશ્કેલીઓ હજી પૂરી નથી થઈ. હૉંગકૉંગમાં આ સંધર્ષ હવે હજી રસપ્રદ થઈ ગયો છે. આ યુદ્ધમાં અમેરિકાના કૂદવાથી અહીં લડાઇ બીજિંગ અને વૉશિંગટનની સીધેસીધી શરૂ થઈ ગઈ છે. અમેરિકા આ જ ફિરાકમાં હતું કે તેને ચીનમાં હસ્તક્ષેપ કરવાની તક મળે. આ મામલે હૉંગકૉંગ સમસ્યા તેની માટે સારો અને સટીક હથિયાર છે.

ડ્રેગન અને અમેરિકા સામ-સામા
હૉંગકૉંગ મામલે ચીન ફૂંક ફૂંક કર ડગલાં આગળ વધારી રહ્યો છે. તેણે અત્યાર સુધી આ આંદોલન પર સીધેસીધું હસ્તક્ષેપ નથી કર્યું, હૉંગકૉંગમાં લોકતંત્ર સમર્થકોનું આંદોલન તેની માટે ધૈર્યની નવી પરીક્ષા પણ છે. પણ હૉંગકૉંગ સરકારે જે રીતે આ આંદોલનને દબાવવા માટે પોલીસ બળની મદદ લીધી છે, તેથી અમેરિકાનો રસ આમાં વધી ગયો છે. હૉંગકૉંગ આંદોલનમાં અમેરિકાનો રસ ડ્રેગનને પચતો નથી. આ બાબત તે અમેરિકન પ્રશાસનને સચેત કરી ચૂક્યું છે. ચીનનું માનવું છે કે હૉંગકૉંગની સમસ્યા ચીનનો આંતરિક મામલો છે. આ બાબતે અમેરિકાને હસ્તક્ષેપ ન કરવો જોઈએ. ચાલતાં હિંસક પ્રદર્શન પર ચીને અત્યાર સુધી ધૈર્ય જાળવી રાખ્યું છે.



Trump


પણ હૉંગકૉંગમાં અમેરિકાના રસને કારણે વૉશિંગ્ટન અને બીજિંગ માટે રણનું નવું ક્ષેત્ર બની ગયું છે. ચીને અમેરિકાને સ્પષ્ટ કહ્યું છે કે હૉંગકૉંગમાં અમેરિકાના હસ્તક્ષેપથી રાજનૈતિક અસ્થિરતા ઉત્પન્ન થશે. આ વૈભવપૂર્ણ હૉંગકૉંગ માટે શુભ નહીં હોય. ચીને કહ્યું કે અમેરિકાના હસ્તક્ષેપને સહન નહીં કરવામાં આવે. ચીને આ ચેતવણી ભર્યાલહેકાંમાં કહ્યું હતું કે અમેરિકાને આનાં ગંભીર પરિણામ ભોગવવા પડશે.

સીનેટથી હૉંગકૉંગને લઈને બિલ પાસ
અમેરિકન સીનેટમાં પણ હૉંગકૉંગ લોકતંત્ર સમર્થકોનો અવાજ સંભળાયો. અમેરિકન સીનેટે લોકતંત્ર સમર્થકોના પક્ષમાં હૉંગકૉંગ માનવાધિકાર અને લોકતંત્ર અધિનિયમને પારિત કર્યા. જો કે, હજી આ બિલ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હસ્તાક્ષર નથી કર્યા. ટ્રમ્પના હસ્તાક્ષર બાદ આ બિલ કાયદાકીય રીતે લાગૂ પડશે. તે વખતે સીનેટર ડિક ડર્બિને કહ્યું હતું કે હાઉસે બિલ પાસ કરી દીધું છે, હવે બૉલ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભાગમાં છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ આના પર હસ્તાક્ષર કરે અને આ સંકેત આપે છે કે અમેરિકા, હૉંગકૉંગના લોકો સાથે ઉભા છે.


આ પણ વાંચો : Happy Birthday: જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખીનો તસવીરમાં બિન્દાસ અંદાજ

શું છે હૉંગકૉંગ માનવાધિકાર તેમજ લોકતંત્ર નિયમ, 2019
નોંધનીય છે કે હૉંગકૉંગના લોકતંત્ર સમર્થકો પ્રત્યે એકતા બતાવતા અમેરિકન સંસદના ઉચ્ચ સદન સીનેટે સર્વસંમતિથી એક બિલ પસાર કર્યું છે. હૉંગકૉંગ માનવાધિકાર તેમજ લોકતંત્ર નિયમ, 2019 નામના આ બિલને સીનેટે મંગળવારે પસાર કરવામાં આવ્યો. આ હેઠળ વિદેશ મંત્રીને વર્ષમાં ઓછામાં ઓછા એકવાર આ પ્રમાણિત કરવું પડશે કે હૉંગકૉંગ પાસે હજી પણ એટલી સ્વાયત્તતા છે કે તેને અમેરિકા સાથે વેપારમા વિશેષ મહત્વ આપવામાં આવે. આ બિલ ટ્રમ્પ પ્રશાસનને આ વાતની સમીક્ષા કરવાની શક્તિઓ આપશે કે શું આ મહત્વના વૈશ્વિક આર્થિક કેન્દ્રમાં રાજનૈતિક અશાંતિના કારણ તેને અમેરિકન કાયદા હેઠળ મળેલા વિશેષ દરજ્જામાં ફેરફાર કરવો ઉચિત છે કે નહીં.

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2019 03:32 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK