મુંબઈમાં આજે રાત્રે અને કાલે પણ મૂશળધાર વરસાદની આગાહી

Published: 21st September, 2020 20:29 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

IMDએ રેડ એલર્ટ ઈશ્યૂ કર્યું

તસવીરઃ સૈયદ સમીર અબીદી
તસવીરઃ સૈયદ સમીર અબીદી

ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ( IMD)એ આગાહી કરી છે કે આજે રાત્રે અને કાલે આખો દિવસ મુંબઈ, થાણે, રાયગઢ, પુણે, સતારા અને સિંધુદુર્ગ તેમ જ ગોવાના આસપાસના વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડશે.

આઈએમડીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (મુંબઈ) કે એસ હોસાલિકરે કહ્યું કે, કોકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં સક્રિય મોનસૂનની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. જ્યારે પાલધર, મુંબઈ, થાણે, રાયગઢ, નાશિક, પુણે અહમદનગર, જળગાવ, ધુળે, સતારા, સાંગલી, સોલાપુર, બિડ, ઔરંગાબાદમાં આજે મૂશળધાર વરસાદ પડશે.

તેમણે સવારે કહ્યું હતું કે, મુંબઈ અને થાણેમાં વાદળિયુ વાતાવરણ રહેશે પરંતુ વરસાદ હજી પડ્યો ન હોવાથી આગામી સમયમાં મૂશળધાર વરસાદ પડી શકે છે.

આજે સવારે આઈએમડીએ કહ્યું હતું કે, શહેર અને પરામાં વાદળિયુ વાતાવરણ છે. છુટાછુવાયા વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK