ભારતની મોટી છલાંગ : અંતરિક્ષમાં ISRO બનાવશે પોતાનું સ્પેસ સ્ટેશન

Published: Jun 13, 2019, 18:17 IST

ભારત અંતરીક્ષમાં મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. ભારત અંતરીક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ઈસરોના પ્રમુખ ડૉ. કે સિવન આ અતંરીક્ષમાં સ્પેસ સ્ટેશન બનાવવા અંગે માહિતી આપી હતી.

અંતરિક્ષમાં ISRO બનાવશે પોતાનું સ્પેસ સ્ટેશન
અંતરિક્ષમાં ISRO બનાવશે પોતાનું સ્પેસ સ્ટેશન

ભારત અંતરીક્ષમાં મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. ભારત અંતરીક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ઈસરોના પ્રમુખ ડૉ. કે સિવન આ અતંરીક્ષમાં સ્પેસ સ્ટેશન બનાવવા અંગે માહિતી આપી હતી. ઈસરો તેના મહાપ્રોજેક્ટ ગગનયાન મિશનનો વિસ્તાર કરશે અને અંતરીક્ષમાં સ્પેસ સ્ટેશન બનાવશે.

ડૉ કે. સિવને માહિતી આપી હતી કે, માનવ અંતરીક્ષ મિશનના લોન્ચ માટે ગગનયાન કાર્યક્રમને ચાલુ રાખવામાં આવશે. જેને લઈને ભારત પોતાનું સ્પેસ સ્ટેશન તૈયાર કરવાની યોજના કરી રહ્યું છે. જણાવી દઈએ કે, આ પહેલા પણ ઈસરો પ્રમુખે અંતરીક્ષમાં સ્પેસ સ્ટેશન બનાવવાની માહિતી આપી હતી. કે. સિવને માહિતી આપી હતી કે, ડિસેમ્બર 2021 સુધીમાં અંતરીક્ષમાં મનુષ્યને મોકલવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

ગગનયાન પ્રોજેક્ટ વિશે માહિતી આપતા ઈસરો પ્રમુખે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટની મદદથી સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ મળશે. જો ઈસરો ટાર્ગેટેડ સમયમાં આમ કરી લે છે તો ભારત વિશ્વનો ચોથો દેશ હશે જેની પાસે પોતાનું સ્પેસ સ્ટેશન હશે. પ્રમુખે ચંદ્રયાન- 2 વિશે પણ માહિતી આપી હતી. ચંદ્રયાન-2 15 જુલાઇએ ચંદ્ર માટે રવાના થશે અને ચંદ્રમાની દક્ષિણી ધ્રુવના ભાગમાં ઉતરશે અને ચંદ્રની સપાટીનું અધ્યન કરશે. ચંદ્રયાન 6 કે 7 સપ્ટેમ્બરે ચંદ્રમાની ધરતી પર ઉતરશે.

આ પણ વાંચો: વાયુ વાવાઝોડાના કારણે 57 તાલુકાઓમાં વરસાદ, દરિયામાં હાઈટાઈડ

ચીન આ પહેલા 2 સ્પેસ સ્ટેશન લોન્ચ કરી ચૂક્યું છે. ચીને 2011માં તિયાંગોગ-1 અને ત્યારબાદ 2016માં તિયાંગોગ-2 બીજુ સ્પેસ સ્ટેશન લોન્ચ કર્યું હતું. આ સાથે 2022 સુધીમાં ચીન ત્રીજુ સ્પેસ સ્ટેશન મોકલવાની તૈયારીઓ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તિયાંગોગ-1 2018માં ધરતી પર પછડાયુ હતુ અને તે નષ્ટ થયું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK