ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) (ઇસરો)ના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે મંગળવારો દાવો કર્યો કે ત્રણ વર્ષ પહેલા તેમને ઝેર આપવામાં આવ્યું હતું. ઇસરોના અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેંટરના પૂર્વ નિદેશક તપન મિશ્રાએ દાવો કર્યો કે 23 મે, 2017ના તેમને જીવલેણ આર્સેનિક ટ્રાઇઑક્સાઇડ નામનું ઝેર આપવામાં આવ્યું હતું. ઇસરોના મુખ્યાલમાં એક પ્રમોશનલ ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને નાશ્તામાં આ ઝેર આપવામાં આવ્યું હતું.
ઝેર આપવાના પોતાના આરોપો પર તપન મિશ્રાએ કહ્યું, "કોઇ ચોક્કસ રીતે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ને નુકસાન પહોંચાડવા માગતું હતું, એકમાત્ર ઉપાય અપરાધીને પકડવું અને સજા આપવાનો છે."
મિશ્રા આ સમયે ઇસરોમાં વરિષ્ઠ સલાહકાર તરીકે કાર્યરત છે. આ મહિનાના અંતમાં તે રિટાયર થઈ રહ્યા છે. 'લૉંગ કેપ્ટ સેક્રેટ' શીર્ષક સાથે ફેસબુક પોસ્ટમાં મિશ્રાએ દાવો કર્યો છે કે જુલાઇ, 2017માં ઘરેલું મામલાની સુરક્ષા સાથે જોડાયેલી એક વ્યક્તિએ તેમને ઝેર આપવા વિશે અલર્ટ કર્યું હતું અને તેમની સારવારમાં ડૉક્ટર્સની પણ તેણે મદદ કરી.
મિશ્રાએ કહ્યું કે ત્યાર બાદ તેમનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી. તેમને ત્વચા સંબંધી પણ ગંભીર બીમારી થઈ. તેમના હાથપગના આંગળા પરના નખ નીકળવા લાગ્યા. તેમણે ફેસબુક પર પોતાના હાથ અને પગની તસવીરો પણ પોસ્ટ કરી છે. સાથે જ દિલ્હીના એમ્સમાં ઝેરના પ્રભાવને ઘટાડવા માટે ચાલતી સારવારનું પ્રિસ્ક્રિપ્શન પણ પોસ્ટ કર્યું છે.
તેમણે કહ્યું કે લગભગ સૈન્ય અને વ્યાવસાયિક મહત્વના કાર્યોથી એક વૈજ્ઞાનિકને ખસેડવા માટે તેમને ઝેર આપીને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તે ઇચ્છે છે કે સરકાર આ મામલે તપાસ કરે. જો કે, મિશ્રાના દાવા પર ઇસરો તરફથી કોઇપણ પ્રતિક્રિયા અત્યાર સુધી આવી નથી.
Share Market: Sensex 746 અંક તૂટ્યું, નિફ્ટી પણ ગબડ્યું, જાણો શું છે કારણ
22nd January, 2021 15:48 ISTકૃષિ ધારાની મોકૂફીના સરકારના પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવ્યો
22nd January, 2021 14:23 IST૯૨ દેશોએ ભારત પાસે માગી કોરોનાની રસી
22nd January, 2021 14:01 ISTદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,545 કેસ નોંધાયા, સક્રિય કેસ ઘટ્યા
22nd January, 2021 13:57 IST