Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇસરોએ જાહેર કરી ચંદ્રયાન-2 મિશનની પ્રથમ તસવીરઃ 15 જુલાઈ વચ્ચે લૉન્ચિંગ

ઇસરોએ જાહેર કરી ચંદ્રયાન-2 મિશનની પ્રથમ તસવીરઃ 15 જુલાઈ વચ્ચે લૉન્ચિંગ

13 June, 2019 09:05 AM IST | ચેન્નઇ

ઇસરોએ જાહેર કરી ચંદ્રયાન-2 મિશનની પ્રથમ તસવીરઃ 15 જુલાઈ વચ્ચે લૉન્ચિંગ

ચંદ્રયાન-2

ચંદ્રયાન-2


ઈસરોનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ચંદ્રયાન-૨ મિશનનું ટેસ્ટિંગ આખરી તબક્કામાં છે. તમિલનાડુના મહેન્દ્રગિરિ અને બેંગલોરના બ્યાલાલૂમાં ફાઈનલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ઈસરોની ઇચ્છા ૯ જુલાઈએ લોન્ચિંગ કરવાની છે. ઈસરોના વર્તમાન શિડ્યુલ મુજબ સ્પેસક્રાફ્ટ ૧૯ જૂને બેંગલોરથી રવાના થશે અને ૨૦ કે ૨૧ જૂન સુધીમાં શ્રીહરિકોટાના લોન્ચપેડ પર પહોંચી જશે. ઈસરોએ ચંદ્રયાન-૨ મિશનની પહેલી તસવીર બહાર પાડી છે. અમેરિકા, રૂસ અને ચીન પછી ચંદ્ર પર રોવર ઉતારનારો ભારત ચોથો દેશ બનશે.

થ્રીડી મેપથી લઈને પાણીની સુવિધા સુધી અને ખનિજોની તપાસથી લઈને તે જગ્યા પરના લેન્ડિંગ સુધી જ્યાં આજ સુધી કોઈ પહોંચી શક્યું નથી. ઈસરોએ ચાંદ પર જવાની મોટી તૈયારીઓ કરી રાખી છે. ઈસરોના આ મહત્વાકાંક્ષી મિશનની સાથે ઘણા પડકારો પણ છે.



આ પણ વાંચો: વાયુના કારણે રાજ્યમાં પૂરનું જોખમ ? ચોમાસુ પાછુ ઠેલાઈ શકે છે !!


ચંદ્રયાન-૨ મિશનને પડનારી મુશ્કેલીઓ ધરતીથી ચાંદની સફર ૩૮૪૪ કિલોમીટર છે. હવામાંથી પસાર થતી વસ્તુઓ મુખ્ય બાબત છે, જે ચાંદના ગુરુત્વાકર્ષણથી પ્રભાવિત છે. આ ઉપરાંત ચાંદ પર અન્ય વૈજ્ઞાનિકોની સંસ્થાઓની હાજરી અને સોલર રેડિએશનનો પણ તેના પર પ્રભાવ પડવાનો છે. ધીમું કમ્યુનિકેશન પણ એક મોટી સમસ્યા હશે. કોઈ પણ સંદેશો મોકલવા અને તેને પહોંચવા કેટલોક સમય લાગશે. આ ઉપરાંત અન્ય અવાજો પણ સંદેશાઓને પ્રભાવિત કરી શકે છે. ઇસરોએ ચંદ્રયાન-૨નું લૉન્ચિંગ માર્ચ ૨૦૧૮માં નક્કી કર્યું હતું પરંતુ કેટલાક ટેસ્ટ બાદ એપ્રિલ અને પછી ઑક્ટોબર સુધી ટાળવામાં આવ્યું ત્યારબાદ જૂનમાં લૉન્ચિંગનો નિર્ણય લેવામાં આવ્યો.


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2019 09:05 AM IST | ચેન્નઇ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK