ઇસરોએ બે સૅટેલાઇટ લૉન્ચ કરી સ્પેસ મિશનની સેન્ચુરી ફટકારી

Published: 10th September, 2012 05:49 IST

ભારતની અવકાશ સંશોધનસંસ્થા ઇસરોએ ગઈ કાલે સ્પેસ મિશનની સેન્ચુરી ફટકારી હતી. વડા પ્રધાન મનમોહન સિંહની હાજરીમાં ઇસરોએ પોલર સૅટેલાઇટ લૉન્ચ વિહિકલ (પીએસએલવી) રૉકેટ દ્વારા બે વિદેશી સૅટેલાઇટ અવકાશમાં ભ્રમણકક્ષામાં તરતા મૂકી હતી.


આ સાથે ઇસરોએ અત્યાર સુધીના સ્પેસમિશનની સંખ્યા ૧૦૦ થઈ ગઈ હતી. બાદમાં વડા પ્રધાને ઇસરોના વિજ્ઞાનીઓ તથા એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યાં હતાં.

વડા પ્રધાને કહ્યું હતું કે ઇસરોનું ૧૦૦મું સ્પેસમિશન અવકાશ સંશોધનક્ષેત્રે ભારતની ક્ષમતા દર્શાવે છે. ગઈ કાલે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી સવારે બરાબર ૯.૫૧ વાગ્યે ૪૪ મીટર લાંબા અને ૨૩૦ વજનના પીએસએલવી-સી૨૧ રૉકેટે બે સૅટેલાઇટ સાથે આકાશમાં ઉડાન ભરી હતી. બે સૅટેલાઇટમાં એક ફ્રાન્સમાં બનેલી રિમોટ સેન્સિંગ સૅટેલાઇટ છે, જ્યારે અન્ય સૅટેલાઇટ જપાનની ૧૫ કિલો વજનની પ્રાયટેરેસ સૅટેલાઇટ હતી. આ અભિયાન કુલ ૭૨ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર કરવામાં આવ્યું હતું.

ઇસરોએ ૧૯૭૫માં રશિયાના રૉકેટ દ્વારા સૌથી પહેલાં આર્યભટ્ટ સૅટેલાઇટ અવકાશમાં તરતી મૂકી હતી.

ઇસરો = ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK