Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇસરોએ એકસાથે ૧૦ સેટેલાઇટ લૉન્ચ કરી વધુ એક ઇતિહાસ સર્જ્યો

ઇસરોએ એકસાથે ૧૦ સેટેલાઇટ લૉન્ચ કરી વધુ એક ઇતિહાસ સર્જ્યો

12 December, 2019 10:42 AM IST | sriharikota

ઇસરોએ એકસાથે ૧૦ સેટેલાઇટ લૉન્ચ કરી વધુ એક ઇતિહાસ સર્જ્યો

ઇસરોએ એકસાથે ૧૦ સેટેલાઇટ લૉન્ચ કરી વધુ એક ઇતિહાસ સર્જ્યો


ભારતીય સંસ્થા ઇસરોએ આજે ભારતીય ઉપગ્રહ રિસેટ- ૨બીઆર૧ અને ચાર અન્ય દેશના ૯ સેટેલાઈટ લોન્ચ કરી ફરી એકવાર દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે. ઇસરો દ્વારા આ લોન્ચિંગ પીએસએલવી-સી૪૮ રોકેટ દ્વારા આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી કરવામાં આવ્યું હતું. રિસેટ- ૨બીઆર૧ રડાર ઈમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે. તે અંધારા અને વાદળોમાં પણ સ્પષ્ટ તસવીર લઈ શકે છે.

હવેથી દેશની સરહદો પર નજર રાખવી ખૂબ સરળ બનશે. આ સેટેલાઈટ રાતના અંધારા અને ખરાબ હવામાનમાં પણ કામ કરશે. એટલે કે ધરતી પર ગમે તેટલું ખરાબ હવામાન હોય તો પણ તે કામ કરી શકશે. ગમે તેટલા વાદળ છવાયાં હોય, તેની નજર વાદળોને ચીરીને સરહદોની સ્પષ્ટ તસવીર લઈ શકશે. ઇસરોના જણાવ્યા મુજબ આ સેટેલાઈટને અંતરિક્ષમાં ૫૭૬ કિમીની ઊંચાઈએ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.
ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ તેના મહત્વાકાંક્ષી ઉપગ્રહ રિસેટ- ૨બીઆર૧ પીએસએલવી-સી ૪૮ દ્વારા સફળતાપૂર્વક લૉન્ચ કર્યો છે. શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી શક્તિશાળી રડાર ઈમેજિંગ સેટેલાઈટ રિસેટ- ૨બીઆર૧ ઉપગ્રહ બપોરે ૩.૨૫ કલાકે લૉન્ચ કરાયો હતો. આ ઉપગ્રહ સૈન્યને પણ અનેક પ્રકારની મદદ પૂરી પાડશે.
પીએસએલવીની આ ૫૦મી ઉડાન છે. શ્રીહરિકોટાથી લૉન્ચ થનારું આ ૭૫મું રોકેટ હતું. કૃષિ, વન અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટમાં સહાયતા હેતુ પણ આ ઉપગ્રહ તૈયાર કરાય છે. ૬૨૮ કિગ્રા વજનવાળા આ ઉપગ્રહની સાથે બીજા ૯ નાના ઉપગ્રહો છે. જેમાં ઈઝરાયેલ, ઈટલી, જપાનના એક-એક અને અમેરિકાના ૬ ઉપગ્રહ સામેલ છે. આ લૉન્ચિંગ સાથે જ ઇસરોના નામે એક વધુ રેકૉર્ડ પણ બન્યો છે. આ રેકૉર્ડ છે ૨૦ વર્ષમાં ૩૩ દેશોના ૩૧૯ ઉપગ્રહ છોડવાનો રેકૉર્ડ. ૧૯૯૯થી લઈને અત્યાર સુધીમાં ઇસરોએ કુલ ૩૧૦ વિદેશી સેટેલાઈટ્‌સ અંતરિક્ષની કક્ષામાં સ્થાપિત કર્યા છે. આજના ૯ ઉપગ્રહોને સામેલ કરીએ તો આ સંખ્યા ૩૧૯ થઈ ગઈ છે. આ ૩૧૯ સેટેલાઈટ્‌સ ૩૩ દેશોના છે.


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2019 10:42 AM IST | sriharikota

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK