ઈરાનના આતંકવાદ સામે ઇઝરાયલની યુનાઇટેડ નેશન્સના ચીફને ફરિયાદ

Published: Feb 17, 2012, 07:02 IST

યુનાઇટેડ નેશન્સ (યુએન)માં ઈરાન અને ત્યાંના આતંકવાદી જૂથ હિઝબુલ દ્વારા ટેરર કૅમ્પેન ચલાવવાની ફરિયાદ ઇઝરાયલે નોંધાવી છે. ઇઝરાયલનો આરોપ છે કે ઈરાનનું પીઠબળ પામેલા આતંકવાદી સંગઠને તાજેતરમાં ઇઝરાયલી લોકોને ટાર્ગેટ બનાવીને ભારત, જ્યૉર્જિયા અને દિલ્હીમાં બ્લાસ્ટ કર્યા છે.

યુએનમાં ઇઝરાયલના પ્રતિનિધિ રોન પ્રોસોકે યુએન સેક્રેટરી બાન કી-મુનને લખેલા પત્રમાં ફરિયાદ કરી છે કે ‘ઈરાનના આ આતંક ફેલાવતા પગલાને કારણે લેબેનૉન, મિડલ ઈસ્ટ અને જે દેશોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે ત્યાંની સુરક્ષાની સ્થિતિ અસ્થિર બની ગઈ છે. ભારત, જ્યૉર્જિયા અને બૅન્ગકૉક સહિત જે જગ્યા પર ઇઝરાયલીને ટાર્ગેટ બનાવીને આ હુમલા કરવામાં આવ્યા છે ત્યાંના નિર્દોષ નાગરિકોને પણ નુકસાન પહોંચ્યું છે. ઈરાન હિઝબુલને પીઠબળ આપીને લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ ફેલાવી રહ્યું છે. ઇઝરાયલ ઇચ્છે છે કે યુએનની સિક્યૉરિટી કાઉન્સિલ વિલંબ વગર તાત્કાલિક આ મુદ્દાનો યોગ્ય અને ન્યાયી ઉકેલ લાવે. ઉકેલ લાવવા માટે ઈરાન, હિઝબુલ અને વૈશ્વિક સ્તરે ફેલાયેલા એના આતંકવાદી નેટવર્ક સામે કડક પગલાં લેવાં જરૂરી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK