ઇઝરાયલ ભારતને2 ફાલ્કન ઍરબોર્ન વૉર્નિંગ ઍન્ડ કન્ટ્રોલ સિસ્ટમ સપ્લાઈ કરશે

Published: 28th August, 2020 13:15 IST | agency | Mumbai

ચીન-પાકિસ્તાન પર આકાશી નજર રાખવા માટે ઇઝરાયલ ભારતને બે ફાલ્કન ઍરબોર્ન વૉર્નિંગ ઍન્ડ કન્ટ્રોલ સિસ્ટમ સપ્લાઈ કરશે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ચીન અને પાકિસ્તાનથી વધતા ખતરાની વચ્ચે ભારત ટૂંક સમયમાં જ બે આસમાની આંખોને ખરીદવા જઈ રહ્યું છે. એની મદદથી ભારતની વિરુદ્ધ બે ફ્રન્ટ મોર્ચા ખોલવાની તૈયારી કરી રહેલા દેશના દુશ્મનો પર બાજ નજર રાખી શકાશે. ભારતીય રક્ષા મંત્રાલય એને લઈ ટૂંક સમયમાં જ ઇઝરાયલની સાથે કરારને આખરી ઓપ આપી શકે છે.
આ કરાર અંતર્ગત ઇઝરાયલ ભારતને બે ફાલ્કન ઍરબોર્ન વૉર્નિંગ ઍન્ડ કન્ટ્રોલ સિસ્ટમ (અવાક્સ)ની સપ્લાઈ કરશે. પહેલાં પણ આ ડીલની કિંમતને લઈ ભારત અને ઇઝરાયલની વચ્ચે કેટલીયે વાતચીત થઈ ચૂકી છે. જોકે બેતરફી ખતરાને જોતાં આ કરારને ઝડપથી આખરી ઓપ આપવા માટે ભારત પર દબાણ વધી રહ્યું છે.
ઇઝરાયલના ફાલ્કન અવાક્સને રૂસની ઇલ્યુસિન-૭૬ હેવી લિફ્ટ ઍરક્રાફ્ટની ઉપર લગાવાશે. સૂત્રોના મતે આ ડીલને લઈ મંત્રાલયમાં ચર્ચા થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં જ એને કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટીની સામે અંતિમ મંજૂરી માટે રજૂ કરાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK