જોયો છે ક્યારેય જોકર ડૉક્ટર?
ફ્રૅન્કી ટેગાર્ટ નામનો આ ડૉક્ટર ગળે સ્ટેથોસ્કોપ લટકાવીને ફરતા ડૉક્ટરો કરતાં સાવ જુદો છે. ૩૮ વર્ષનો ફ્રૅન્કી પોતાને લાફ્ટર થેરપીનો એક્સપર્ટ ગણાવે છે. તે જોકર બનીને દુનિયાભરની હૉસ્પિટલોમાં ફરે છે અને દરદીઓને હસાવે છે. ફ્રૅન્કીનું માનવું છે કે દરદીઓને સાજા કરવામાં દવાઓ જેટલું જ મહત્વ લાફ્ટર થેરપીનું છે. તસવીરો : એએફપી