ઈઝરાઈલ-પેલેસ્ટાઈનના વૉરમાં હણાઈ રહ્યાં છે નિર્દોષ બાળકો

Published: Jul 21, 2014, 06:05 IST

ઇઝરાયલ અને પૅલેસ્ટીન વચ્ચે વર્ષોથી સંઘર્ષ જારી છે. ૨૦૦૭માં એક ખૂની સંઘર્ષમાં ઇઝરાયલવિરોધી હમાસે ગાઝાપટ્ટી પર કબજો મેળવી લીધો હતો અને ત્યારથી સંઘર્ષ વધારે ખૂની બન્યો છે.

શેજૈયા શહેરમાં ગઈ કાલે થયેલા હુમલામાં ઘાયલ બાળકને સારવાર માટે લઈ જઈ રહેલો મેડિકલ ઑફિસર.


શુક્રવારે છોડવામાં આવેલા મિસાઇલમાં મૃત્યુ પામેલું પાંચ મહિનાનું નિર્દોષ ભૂલકું.


શેજૈયા શહેરમાં થયેલા મિસાઇલ-અટૅકમાં એક દાદરા નીચે છુપાયેલા પરિવારનો અંત આવ્યો હતો.શનિવારે પોતાના બાળકને અંતિમ વિધિ માટે લઈ જઈ રહેલો પૅલેસ્ટીનિયન. આ વ્યક્તિએ મિસાઇલ-અટૅકમાં તેના પરિવારના આઠ મેમ્બરો ગુમાવ્યા હતા.જોકે છેલ્લાં પાંચ વર્ષમાં પહેલી વાર ઇઝરાયલે ગાઝાપટ્ટીનાં શહેરો પર હમાસને ખતમ કરવા માટે આટલો મોટો હુમલો કર્યો છે અને છેલ્લા ૧૪ દિવસના સંઘર્ષમાં બાળકો અને મહિલાઓ સહિત ૪૨૫ પૅલેસ્ટીન લોકોનાં મૃત્યુ થયાં છે અને આશરે ૨૫૦૦ લોકો ઘાયલ છે. ૬૧,૦૦૦ લોકો ઘરબાર વગરના થયા છે અને તેઓ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જારી શેલ્ટરોમાં રહે છે.

ઇઝરાયલ ખુલ્લેઆમ દિવસે અને રાત્રે ગાઝા અને નજીકના શેજૈયા શહેર પર મિસાઇલો છોડ્યે જાય છે અને એમાં એવા નિર્દોષ નાગરિકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે જેમને યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી. મિસાઇલ-હુમલામાં એકસાથે અનેક લોકો માર્યા જાય છે જેમાં બાળકો પણ છે. નાનાં બાળકોના મૃતદેહોને લઈ જતા પરિવારજનોને જોઈને હૃદય દ્રવી ઊઠે છે. અહીં હવે રોજ મરનારા લોકોની સંખ્યા વધે છે, પણ એ વાત માત્ર આંકડા પૂરતી સીમિત થઈ ગઈ છે. સામા પક્ષે હમાસે પણ આ સમયગાળામાં ૧૫૦૦ રૉકેટ ઇઝરાયલ પર છોડ્યાં છે જેમાં સાત ઇઝરાયલી સૈનિકોનાં મૃત્યુ થયાં છે. આ વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે હવે પ્રયાસો ઉગ્ર બન્યા છે, પણ આ યુદ્ધ ક્યારે અટકશે એ સવાલ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK