Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ડોનલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન આવે ત્યારે ઇમરાન બૂટ પોલિશ કરવા તૈયાર રહે

ડોનલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન આવે ત્યારે ઇમરાન બૂટ પોલિશ કરવા તૈયાર રહે

15 February, 2020 01:25 PM IST | Islamabad

ડોનલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન આવે ત્યારે ઇમરાન બૂટ પોલિશ કરવા તૈયાર રહે

ટર્કીના રાષ્ટ્રપતિ અર્દોગાનના ડ્રાઇવર બનેલા ઇમરાન ખાન.

ટર્કીના રાષ્ટ્રપતિ અર્દોગાનના ડ્રાઇવર બનેલા ઇમરાન ખાન.


પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન તેમના દેશમાં આવનારા વિદેશી મહેમાનોને ખુશ કરવા માટે શું-શું કરે છે તેનો નમૂનો ગુરુવારે રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર જોવા મળ્યો. મૂળ ટર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ અર્દોગાન ગુરુવારે ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. ઇમરાન ખાન જાતે એર્દોગાનને લેવા એરબેઝ પહોંચ્યા હતા. ગાર્ડ ઑફ ઑનર બાદ જ્યારે એર્દોગાન રાષ્ટ્રપતિ આરિફ અલ્વીના ઘર માટે રવાના થઈ રહ્યા હતા ત્યારે ઇમરાન ખાન કારની ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયા અને એર્દોગાનને લઈને નીકળી પડ્યા.

સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ઇમરાન ખાને કાળા રંગનો શૂટ પહેર્યો છે અને કારને ડ્રાઇવ કરી રહ્યા છે. ઇમરાન ખાનની બાજુની સીટમાં એર્દોગાન નજરે પડી રહ્યા છે.



મળતી માહિતી મુજબ ઇમરાન ખાન એર્દોગાનને લઈ સીધા રાષ્ટ્રપતિ આરિફ અલ્વીના ઘરે જાય છે. આવું પહેલીવાર નથી જ્યારે ઇમરાન ખાને જાતે ગાડી ચલાવી હોય. આ પહેલાં સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાના પાકિસ્તાન પ્રવાસ સમયે પણ ઇમરાન ખાને આવું જ કર્યું હતું. તે સમયે પણ ઇમરાન ખાનને સોશ્યલ મીડિયા પર ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા.


પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન દ્વારા ટર્કીના રાષ્ટ્રપતિને ખુશ કરવાના આ પ્રયાસ પર સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. ટ્વિટર પર એક પત્રકારે લખ્યું કે ઇમરાન ખાને ધંધો બદલી લેવો જોઈએ. તેઓ સારા શોફર હોઈ શકે છે. એક અન્ય યુઝરે કહ્યું, ભાઈ આ રાઇડ પર ફાઇવ સ્ટાર જરૂર આપી દેજે. આ રીતે યુઝરે લખ્યું, જ્યારે ટ્રમ્પ પાકિસ્તાનના પ્રવાસે આવશે તો ઇમરાન ખાનને બૂટ પૉલિશ કિટ લઈને તૈયાર રહેવું જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2020 01:25 PM IST | Islamabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK