Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફૉર્ચ્યુનના ૪૦-અન્ડર-૪૦ લિસ્ટમાં ઈશા અને આકાશ અંબાણી

ફૉર્ચ્યુનના ૪૦-અન્ડર-૪૦ લિસ્ટમાં ઈશા અને આકાશ અંબાણી

03 September, 2020 01:47 PM IST | Mumbai
Mumbai correspondent

ફૉર્ચ્યુનના ૪૦-અન્ડર-૪૦ લિસ્ટમાં ઈશા અને આકાશ અંબાણી

ફૉર્ચ્યુનના ૪૦-અન્ડર-૪૦ લિસ્ટમાં ઈશા અને આકાશ અંબાણી

ફૉર્ચ્યુનના ૪૦-અન્ડર-૪૦ લિસ્ટમાં ઈશા અને આકાશ અંબાણી


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની પુત્રી ઈશા અને પુત્ર આકાશને ફૉર્ચ્યુનના ટેક્નૉલૉજી કૅટેગરીમાં ૪૦-અન્ડર-૪૦ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યાં છે. ફૉર્ચ્યુને ૪૦ વર્ષથી ઓછી ઉંમરના મહાનુભાવો માટે ટેક્નૉલૉજી ઉપરાંત ફાઇનૅન્સ, હેલ્થ કૅર, પૉલિટિક્સ, મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ કૅટેગરી પણ સામેલ કરીને સંબંધિત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિઓનાં નામો જાહેર કર્યાં છે.
ફૉર્ચ્યુનનું કહેવું છે કે અંબાણી ગ્રુપના આ બે સભ્યોએ રિલાયન્સ જિયોને આગળ ધપાવવામાં મહત્ત્વની કામગીરી બજાવી છે. ઈશા અને આકાશે ફેસબુક સાથે ૫.૭ અબજ રૂપિયાનો સોદો સફળતાથી પાર પાડ્યો અને ગૂગલ, ક્વાલકૉમ તથા ઇન્ટેલ જેવી કંપનીઓ સાથે સોદા પાર પાડીને લીડરશિપની શ્રેષ્ઠતા સાબિત કરી હતી.
ફૉર્ચ્યુને જિયો માર્ટના લૉન્ચિંગમાં આકાશ અને ઈશા અંબાણીની ભૂમિકાની પ્રશંસા કરી હતી. જિયો માર્ટનું લક્ષ્ય ઝડપથી વિકસતા ઑનલાઇન શૉપિંગના બજારમાં વૉલ માર્ટના ફ્લિપકાર્ટ તથા ઍમેઝૉનને પડકારવાનું છે.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2020 01:47 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK