ઇરાક કૉર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ જાહેર કર્યો અરેસ્ટ વૉરંટ

Published: 7th January, 2021 20:00 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

એક વર્ષ પહેલા અમેરિકન ડ્રોન હૂમલામાં મારી નાખવામાં આવેલા ઇરાની કમાન્ડક કાસિમ સુલેમાની અને અબૂ મહદી અલ મુહંદિસની હત્યાનો આરોપ છે. આની માહિતી કૉર્ટની મીડિયા ઑફિસે આપી છે.

તસવીર સૌજન્ય જાગરણ
તસવીર સૌજન્ય જાગરણ

અમેરિકમાં સત્તાને લઈને થયેલી હિંસા વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. તેમના રાષ્ટ્રપતિ પદના કાર્યકાળમાં થોડાંક જ દિવસ બાકી છે. એવામાં ઇરાકની એક કૉર્ટે હત્યા મામલે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ માટે વૉરંટ જાહેર કરી દીધું છે. ધરપકડનું વૉરંટ બગદાદની ઇન્વેસ્ટિગેટિવ કૉર્ટે જાહેર કર્યું છે. તેના પર એક વર્ષ પહેલા અમેરિકન ડ્રોન હૂમલામાં મારી નાખવામાં આવેલા ઇરાની કમાન્ડક કાસિમ સુલેમાની અને અબૂ મહદી અલ મુહંદિસની હત્યાનો આરોપ છે. આની માહિતી કૉર્ટની મીડિયા ઑફિસે આપી છે.

ડ્રૉન હૂમલામાં બે નેતાઓને મારી નાખવામાં આવ્યા હતા
કૉર્ટે આ વૉરંટ અબૂ મહદીના પરિવારવાળાના નિવેદન નોટ કર્યા પછી જાહેર કરવામાં આવ્યું છે. અલ મુહંદિસ મોબિલાઇઝેશન ફૉર્સના ઉપનેતા હતા. કાસિમ સુલેમાની ઇરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડના કમાન્ડર હતા. તેમની ગાડી પર હૂમલાનો આદેશ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો હતો, જેમણે પછીથી કહ્યું હતું કે હુમલામાં બે પુરુષો દ્વારા એકનો બદલો લેવામાં આવ્યો હતો. આ બન્નેના નિધન પછી ઇરારમાં ઇરાન સમર્થક સમૂહોએ અમેરિકન સેના પર હુમલો વધારી દીધો. આ સંગઠન હાલ બન્ને હત્યાઓનો અમેરિકન સેના પ્રત્યે વેર વાળવા માગે છે. આમના હૂમલાના વિરોધમાં અમેરિકાએ બગદાદના રાજનાયિક મિશનને બંધ કરવાની ધમકી આપી દીધી છે. સંયુક્ત રાષ્ટ્રના એગ્નેસ કેલમાર્ડે પોતાના નિવેદનમાં બન્ને હત્યાઓને 'મનમાની' અને 'ગેરકાયદેસર' ગણાવી.

ઇરાક કોર્ટે કહ્યું કે દંડ સંહિતાના અનુચ્છેદ 406 હેઠળ પૂર્વ બગદાદની કૉર્ટે ટ્રમ્પની ધરપકડનું વૉરંટ જાહેર કર્યું, જે પૂર્વ નિર્ધારિત હત્યાના બધા કેસમાં મૃત્યુદંડનું પ્રાવધાન કરે છે. કૉર્ટે કહ્યું કે પ્રારંભિક તપાસ પૂરી થઈ ગઈ છે, પણ આ અપરાધમાં અન્ય દોષીઓને પકડવા માટે તપાસ ચાલુ છે, પછી તે ઇરાકી હોય કે વિદેશી. રવિવારે થયેલી બન્ને નેતાઓની હત્યાઓની પહેલી વર્ષી પર ઇરાન સમર્થક ધડોએ વૉશિંગ્ટન અને ઇરાકી અધિકારીઓ વિરુદ્ધ પોતાના નિવેદનો ઝડપી કરી દીધા છે. ઇરાનના મુખ્ય રાજનાયિકે સંયુક્ત રાજ્યના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સાવધાન રહેવાનું આહ્વાન કર્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK