ઈરાનના ટૉપ ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ મોહસેન ફખરીજાદેહન (Mohsen Fakhrizadeh)ની તેહરાનમાં હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ ઈરાન (Iran) અને ઈઝરાયલ (Israel) વચ્ચેના સબંધોમાં તનાવ વધી ગયો છે. ઈરાનના વિદેશ મંત્રીએ સાયન્ટિસ્ટની હત્યા પાછળ ઈઝરાયલ હોવાની વાત કહી છે. તેમનું કહેવું છે કે, મોહસિનની હત્યામાં જે પ્રાથમિક જાણકારી મળી છે, તેનાથી સાયન્ટિસ્ટની હત્યામાં ઈઝરાયલ સામેલ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 27 નવેમ્બર 2020ના રોજ દામવંદના એબાર્ડ ક્ષેત્રમાં ડો મોહસિનની હત્યા કરી નાખવામાં આવી હતી. ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ જરીફનું કહેવું છે કે, આતંકવાદીઓએ એક વરિષ્ઠ ઈરાની વૈજ્ઞાનિકની હત્યા કરી દીધી છે. આ હત્યામાં ઈઝરાયલની ભૂમિકાથી લાગે છે કે, ઈઝરાયલ યુદ્ધ માટે ઉતાવળુ છે. માર્યા ગયેલા વૈજ્ઞાનિકનું નામ બેન્જામિન નેતન્યાહુ અગાઉ એક કાર્યક્રમમાં લઈ ચૂક્યા છે.
સ્થાનિક રિપોર્ટ્સ અનુસાર, ફખરીજાદેહની તહેરાન નજીક હત્યા કરવામાં આવી. તેમની કાર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. જેમાં તેઓ ઘાયલ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ છે. લાંબા સમયથી આરોપ લગાવવામાં આવી રહ્યાં હતા કે, ફખરીજાદેહ 2003માં રોકવામાં આવેલા ઈરાનના સિક્રેટ ન્યુક્લિયર બોમ્બ પ્રોગ્રામનું નેતૃત્વ કરી રહ્યાં હતા. જોકે, ઈરાન ન્યૂક્લિયર વિપન બનાવવાના આરોપોનું સતત ખંડન કરતું રહ્યું છે.
હાલ કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી. ઈઝરાયલે પણ ઈરાનના આરોપો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. તમને જણાવી દઈએ કે, મોહસિન ફખરીજાદેહને “ધી ફાધર ઑફ ઈરાનિયન બૉમ્બ” કહેવામાં આવતા હતા.
ચીનઃ મહિનાઓ સુધી ગાયબ રહ્યા પછી એકાએક આવ્યા સામે જૅક મા, તોડ્યું મૌન
20th January, 2021 14:47 ISTપાકિસ્તાને ચીનની વૅક્સિનને આપી મંજૂરી
20th January, 2021 14:23 ISTભારતે ભૂતાન મોકલ્યા કોરોના વેક્સિનના 1.5 લાખ ડોઝ, આ દેશોને પણ સપ્લાય કરશે
20th January, 2021 11:15 ISTJoe Biden Oath Ceremony: બાઈડન આજે અમેરિકાના રાષ્ટ્રપતિ પદ તરીકે શપથ લેશે
20th January, 2021 10:35 IST