મમતા બૅનરજીને આઇપીએસ અધિકારી પગે લાગતાં વિવાદ

Published: Aug 30, 2019, 13:17 IST | કોલકાતા

વાસ્તવમાં મમતા બૅનરજી ઈસ્ટ મિદનાપુર જિલ્લાના દિઘા ક્ષેત્રની મુલાકાતે હતાં. એ દરમ્યાન તેમણે ત્યાં હાજર અધિકારીઓને પોતાના હાથે મીઠાઈ ખવડાવી હતી. વિડિયોમાં તેઓ રાજીવ મિશ્રાને કેક ખવડાવતાં દેખાઈ રહ્યાં છે

મમતા બૅનરજીને આઇપીએસ અધિકારી પગે લાગતાં વિવાદ
મમતા બૅનરજીને આઇપીએસ અધિકારી પગે લાગતાં વિવાદ

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી હાલમાં રાજ્યની અલગ-અલગ જગ્યાએ મુલાકાત લઈ રહ્યાં છે ત્યારે આ સમયે તેમનો એક વિડિયો વાઇરલ થયો છે જેને કારણે એક નવો વિવાદ જાગ્યો છે. આ વિડિયોમાં આઇપીએસ અધિકારી રાજીવ મિશ્રા વર્દીમાં મમતાના પગને સ્પર્શ કરતા દેખાય છે.
વાસ્તવમાં મમતા બૅનરજી ઈસ્ટ મિદનાપુર જિલ્લાના દિઘા ક્ષેત્રની મુલાકાતે હતાં. એ દરમ્યાન તેમણે ત્યાં હાજર અધિકારીઓને પોતાના હાથે મીઠાઈ ખવડાવી હતી. વિડિયોમાં તેઓ રાજીવ મિશ્રાને કેક ખવડાવતાં દેખાઈ રહ્યાં છે. ત્યાર બાદ તેઓ મમતા બૅનરજીને પગે લાગ્યા હતા. વિડિયોમાં લોકસભાના સંસદસભ્ય શિશિર અધિકારી અને સીએમ સુરક્ષા એડીજી વિનીત ગોયલ પણ છે.
પશ્ચિમ બંગાળના બીજેપીના પ્રભારી અને વરિષ્ઠ નેતા કૈલાસ વિજયવર્ગીયએ ટ્‌વિટર પર વિડિયો શૅર કરતાં લખ્યું હતુંકે દીદી સામે વર્દી નતમસ્તક. પશ્ચિમ બંગાળના પશ્ચિમ ઝોનના રાજીવ મિશ્રાએ વર્દીમાં મમતા બૅનરજીને ચરણવંદન કર્યા હતા. આ કેવી વ્યવસ્થા અને કેવુંલોકતંત્ર છે?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK