અમેરિકા અને જપાન કરતાં પણ આપણે ત્યાં ઇન્વેસ્ટરનું વધુ ધ્યાન રાખવામાં આવે છે

Published: 29th November, 2014 06:31 IST

ઍગ્રી કે એક સમય હતો જ્યારે સ્ટૉકમાર્કેટમાં સ્કૅમ થતાં હતાં અને એ સ્કૅમમાં અનેક ઇન્વેસ્ટર પણ કોઈ અને કોઈ રીતે ફસાયા હતા, પણ એ સમયે પણ સેબીએ કોઈ ને કોઈ રસ્તો કાઢીને એ ઇન્વેસ્ટરને બહાર કાઢવાનું કામ કર્યું છે.સ્પેશ્યલ કમેન્ટ- યુ. કે. સિંહા (ચૅરમૅન, સેબી)

જો આજની વાત કરું તો સ્ટૉકમાર્કેટના ઇન્વેસ્ટરે સહેજ પણ ડરવું પડે કે કોઈ સ્કૅમ માટે સહેજ પણ વિચારવું પડે એવું નથી. આજે એ સિચુએશન છે કે સેબી એ બધા પ્રકારના ખોટા રસ્તાઓ સામે સજ્જડ રીતે મજબૂત છે અને સ્કૅમ ન થાય એની તકેદારી બહુ પહેલેથી રાખી રહ્યું છે. અનેક નિયમો પણ એ પ્રકારના બન્યા છે કે જેને કારણે કંપનીઓના વહીવટમાં પારદર્શિતા આવી છે અને પારદર્શક વહીવટ વચ્ચે ક્યાંય પણ સહેજે ખોટું થાય કે થતું હોય એવું લાગે તો તરત જ સેબી ઍક્શન લે છે. હું તો ત્યાં સુધી કહેવા તૈયાર છું કે અમેરિકા અને જપાનમાં સ્ટૉકમાર્કેટ સિક્યૉરિટી ઑથોરિટી કરતાં પણ આપણે ત્યાં વધુ ધ્યાન ઇન્વેસ્ટરનું રાખવામાં આવે છે અને એ હજી પણ વધુ ને વધુ કડક કરવામાં આવી રહ્યું છે.


સેબીને અનેક નવી સત્તાઓ મળી છે. આ સત્તામાંથી કેટલીક સત્તાનો યુઝ કરવાનો હજી સુધી સમય નથી આવ્યો, પણ સેબી પાસે એ માટેની પરમિશન હોવાને કારણે હવે સેબી એ નવી સત્તા પણ યુઝ કરી શકશે. નવી મળેલી સત્તાની વાત કરું તો એમાં સૌથી વધુ અગત્યની અને એકદમ મહત્વની કહેવાય એવી સત્તા છે ફોન-રેકૉર્ડિંગની. સેબી ધારે ત્યારે અને જો સેબીને કંઈ ખોટું થઈ રહ્યું હોય એવું લાગે તો હવે એ લોકલ ગવર્નમેન્ટની સાથે રહીને ફોન-રેકૉર્ડિંગનો ઍડ્વાન્ટેજ લઈ શકશે. આ બેનિફિટ મળવાને કારણે જો કોઈને બેનિફિટ થવાનો હોય તો એ ઑબ્વિયસ્લી ઇન્વેસ્ટર છે અને કંઈ ખોટું થાય એ પહેલાં જ સેબી એ કામને રોકી શકશે અને ખોટું કામ કરનારાની સામે ઍક્શન લઈ શકશે. આ સિવાય પણ અનેક એવા રાઇટ્સ મળ્યા છે જે રાઇટ્સથી ઇકૉનૉમિક ઑફેન્સ અટકી શકે છે અને એ અટકવાના પણ છે.


સ્મૉલ ઇન્વેસ્ટર હોય કે ઈન્સ્ટિટયુશનલ ઇન્વેસ્ટર હોય, ઍટ ધી એન્ડ ઑફ ડે, મહત્વનું એ છે કે તેણે કરેલા ઇન્વેસ્ટમેન્ટની સિક્યૉરિટી જળવાયેલી રહે. આ કામની દિશામાં સેબીએ હંમેશાં નજર ખુલ્લી રાખી છે અને કંપનીઓ પાસે પણ એ માટે આંખો ખુલ્લી રખાવી છે. સેબી દ્વારા લેવામાં આવી રહેલાં ઍક્શનને કારણે જ આજે સ્ટૉકમાર્કેટમાં કોઈ સ્કૅમ જોવા નથી મળી રહ્યું. અફર્કોસ, આ સેબીની રિસ્પૉન્સિબિલિટી છે અને સેબીએ એ જ કરવાનું છે, પણ અત્યારે વાત ઈમ્પોટન્ટ એટલા માટે છે કે અગર જો કોઈને એ બાબતમાં આછોસરખો પણ ડર હોય તો એ ડર રાખવાની જરૂર નથી. તેમના ઇન્વેસ્ટમેન્ટ પર સેબીની હૉક-આઇ છે જ.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK