Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પહેલી વાર 'યોગ દિવસ'પર કોઇ સામૂહિક કાર્યક્રમ ન કરતા, PM મોદીએ કહ્યું આ

પહેલી વાર 'યોગ દિવસ'પર કોઇ સામૂહિક કાર્યક્રમ ન કરતા, PM મોદીએ કહ્યું આ

21 June, 2020 11:10 AM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પહેલી વાર 'યોગ દિવસ'પર કોઇ સામૂહિક કાર્યક્રમ ન કરતા, PM મોદીએ કહ્યું આ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી


કોરોના વાયરસના જોખમને જોતાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે સરકારે કોઇપણ પ્રકારના સામૂહિક કાર્યક્રમનું આયોજન કર્યું નથી. જો કે, આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ડિજિટલી સંબોધન કરતાં કહ્યું કે આપણને જોડી રાખે અને અંતરને ઘટાડે તે યોગ છે.

છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે પીએમ નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું કે આપણને બાંધી રાખે અને અંતર મટાડે, તે યોગ છે. કોરોનાના આ સંકટ દરમિયાન વિશ્વના લોકોને My Life - My Yoga વીડિયો બ્લૉગિંગ કૉમ્પિટીશનમાં ભાગ લેવું, દર્શાવે છે કે યોગ પ્રત્યે ઉત્સાહ કેટલો વધી રહ્યો છે. તેમણે કહ્યું, કારણકે આ વર્ષે આપણે બધાં ઘરે રહીને જ યોગ કરી રહ્યા છીએ તો આ યોગ દિવસ ફેમિલી બૉન્ડિંગ વધારવાનો દિવસ પણ છે. જણાવવાનું કે કોરોનાના જોખમને જોતાં આ વર્ષે યોગ દિવસે કોઇપણ સામૂહિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી.



પીએમ મોદીએ કહ્યું કે, બાળકો, યુવાનો, પરિવારના વદ્ધો, બધાં જ્યારે એક સાથે યોગના માધ્યમે જોડાય છે, તો આખા ઘરમાં એક ઉર્જાનું સંચાર થાય છે. તેથી. આ વખતનું યોગ દિવસ, ભાવનાત્મક યોગનો પણ દિવસ છે, આપણી 'ફેમિલી બૉન્ડિંગ' વધારવાનો દિવસ છે. પીએમ મોદીએ કહ્યું કે કોવિડ-19 વાયરસ ખાર કરીને આપણા શ્વસન તંત્ર, એટલે કે respiratory system પર એટેક કરે છે. પ્રાણાયમ કરવાથી આપણી Respiratory systemને મજબૂત કરવામાં સૌથી વધારે મદદ મળે છે. તેમણે કહ્યું કે તમે પ્રાણાયામને પોતાના નિયમિત અભ્યાસમાં અવશ્ય સામેલ કરો, અને અનુલોમ-વિલોમ સાથે અન્ય પ્રાણાયમની ટેક્નિક્સ પણ શીખો.


'અડગ રહેવાનું નામ છે યોગ'
સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે તેઓ કહેતા હતા, "એક આદર્શ વ્યક્તિ તે છે જે નિતાંત નિર્જનમાં પણ ક્રિયાશીલ રહે છે, અને અત્યાધિક ગતિશીલતામાં પણ સંપૂર્ણ શાંતિનો અનુભવ કરે છે." કોઇપણ વ્યક્તિ માટે આ એક ખૂબ જ મોટી ક્ષમતા હોય છે અને યોગ આમાં મદદ કરે છે. તેમણે કહ્યું કે યોગનો અર્થ એ છે કે, "સમત્વમ્ યોગ ઉચ્યતે" એટલે કે, અનુકૂળતા-પ્રતિકૂળતા, સફળતા-વિફળતા, સુખ-સંકટ, દરેક પરિસ્થિતિમાં સમાન રહો, અડગ રહેવાનું નામ જ યોગ છે.

ગીતાના મંત્રનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ પોતાના ભાષણમાં અન્ય શ્લોકોનો પણ સહારો લીધો. ગીતાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભગવાન કૃષ્ણએ પણ યોગની વ્યાખ્યા કરતાં કહ્યું કે 'યોગઃ કર્મસુ કૌશલમ્, અર્થાત્, કર્મની કુશળતા જ યોગ છે. તેમણે આગળ એક અન્ય શ્લોકનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 'યુક્ત આહાર વિહારસ્ય, યુક્ત ચેષ્ટષ્ય કર્મસુ. યુક્ત સ્વપ્ના-વ-બોધસ્ય, યોગો ભવતિ દુઃખહા.'' અર્થાત્, યોગ્ય ખાણી-પીણી, યોગ્ય રમત, સૂવા-ઉઠવાની યોગ્ય ટેવ, અને પોતાનું કામ, પોતાના કર્તવ્યનું યોગ્ય રીતે પાલન કરવું જ યોગ છે.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2020 11:10 AM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK