Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત : 50 હજારથી વધુ મહિલાઓએ "અભયમ" હેલ્પલાઇનની એપ ડાઉનલોડ કરી

ગુજરાત : 50 હજારથી વધુ મહિલાઓએ "અભયમ" હેલ્પલાઇનની એપ ડાઉનલોડ કરી

08 March, 2019 03:10 PM IST | વડોદરા

ગુજરાત : 50 હજારથી વધુ મહિલાઓએ "અભયમ" હેલ્પલાઇનની એપ ડાઉનલોડ કરી

ગુજરાતમાં 50 હજારથી વધુ મહિલાઓએ ડાઉનલોડ કરી અભયમ હેલ્પલાઈન(પ્રતિકાત્મક તસવીર)

ગુજરાતમાં 50 હજારથી વધુ મહિલાઓએ ડાઉનલોડ કરી અભયમ હેલ્પલાઈન(પ્રતિકાત્મક તસવીર)


આજે વિશ્વભરમાં વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજણી થઇ રહી છે. ત્યારે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઇને એક ચોકાવનારો આંકડો સામે આવ્યો છે. હાલમાં જ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન દ્વારા મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરાઇ હતી. જેમાં આ એપની ડાઉનલોડની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કુલ 51876 મહિલાઓએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. આ એપ્લિકેશનના ઉપયોગથી કોલ કરનારનું ચોક્કસ સ્થળ ગુગલ મેપના માધ્યમથી રિસ્પોન્સ સેન્ટરને મળી જાય છે અને તત્કાળ મુશ્કેલીમાં રહેલી મહિલા કે યુવતીને મદદ માટે રેસ્કયુવાન મોકલવામાં આવે છે. એપ્લિકેશન દ્વારા ઘટના સ્થળના ફોટા કે વીડિયો પણ અપલોડ કરીને મોકલી શકાય છે. ચોક્કસ સ્થળ વિશે કોઇ મહિલા માહિતી આપી શકે તેમ ના હોય તો  પેનિક બટનનો ઉપયોગ કરીને પણ મહિલા મદદ મેળવી શકે છે.

વડોદરામાં મહિલા સુરક્ષાની ફરીયાદો 4 વર્ષમાં બમણી થઇ
પરંતુ મહિલાઓની સુરક્ષાની વાત કરીએ તો તેમાં ઘણો વધારો થતો જોવા મળ્યો છે. ગુજરાતના બરોડા શહેરની વાત કરીએ તો 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનના જણાવ્યા અનુસાર વર્ષ 2018 સુધી કુલ 44,870 કોલ કર્યા હતા. જેમાં 2015ના વર્ષમાં 7908 મહિલાઓએ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનમાં મદદ માંગી હતી. તો 2018 વર્ષમાં 14,950 મહિલાઓએ સુરક્ષા માટે ફોન કરીને મદદ માંગી હતી. તો આમ જોઇએ તો 2015થી 2018 સુધીમાં મહિલાઓની ફરીયાદો લગભગ બમણી થઇ છે. 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇને જણાવ્યા અનુસાર વર્ષ 2015થી લઇને 2018 સુધીમાં નોંધાયેલી કુલ ફરિયાદોમાંથી 2427 જેટલી ફરીયાદો રિલેશનશિપની હતી અને 1123 જેટલી ફરીયાદો લગ્નેતર સબંધની હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2019 03:10 PM IST | વડોદરા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK