વિજય માલ્યા ભારત સરકારને કહે છે કે પૈસા લઇ લો અને વાત પુરી કરો

Published: May 14, 2020, 13:29 IST | Gujarati Mid-Day Online Correspondent | London

વિજય માલ્યાએ સરકારે ઘોષિત કરેલા 20 લાખ કરોડ રૂપિયાનાં આર્થિક પેકેજનાં વખાણ કર્યા અને કહ્યું કે પોતે સતત સરકારને કહી રહ્યો છે કે તે તમામ દેવું ચુકવવા તૈયાર છે પણ એના પ્રસ્તાવને ઇગ્નોર કરાઇ રહ્યો છે.

ભાગેડુ જાહેર થયેલા લિકર બેરોન વિજય માલ્યાને ભારત સોંપવા અંગે હાલમાં કોર્ટમાં સુનાવણી ચાલે છે
ભાગેડુ જાહેર થયેલા લિકર બેરોન વિજય માલ્યાને ભારત સોંપવા અંગે હાલમાં કોર્ટમાં સુનાવણી ચાલે છે

ભાગેડુ જાહેર થયેલા લિકર બેરોન વિજય માલ્યાને ભારત સોંપવા અંગે હાલમાં કોર્ટમાં સુનાવણી ચાલે છે ત્યારે ગુરૂવારે માલ્યાએ ટ્વિટ કરીને ભારત સરકારને કહ્યું છે કે તે પોતાનું પુરેપુરું દેવું ચુકવવાનો જે પ્રસ્તાવ આપી ચુક્યો છે તેનો સરકાર સ્વીકાર કરે અને તેની સામેની આ આખી વાતને અટકાવી દે. વિજય માલ્યાએ સરકારે ઘોષિત કરેલા 20 લાખ કરોડ રૂપિયાનાં આર્થિક પેકેજનાં વખાણ કર્યા અને કહ્યું કે પોતે સતત સરકારને કહી રહ્યો છે કે તે તમામ દેવું ચુકવવા તૈયાર છે પણ એના પ્રસ્તાવને ઇગ્નોર કરાઇ રહ્યો છે. વિજય માલ્યાએ તેના ટ્વિટમાં લખ્યું કે Covid-19નાં રિલિફ પેકેજ બદલ સરકારને શુભેચ્છા. તેઓ ધારે એટલાં નાણાં છાપી શકે છે પણ મારા જેવા એક નાના યોગદાન કર્તાનો પાઇએ પાઇ ચુકવી દેવાનો પ્રસ્તાવ હોય તેની સતત ઉપેક્ષા કરવી જોઇએ? પ્લિઝ પૈસા લઇ લો અને વાત બંધ કરો.

કિંગફિશર એરલાઇન્સનાં વિજય માલ્યા વિરુદ્ધ ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગનો ગુનો દાખલ છે. તેણે 9 હજાર કરોડ રૂપિયાનું દેવાળું ફુંક્યું છે અને 2016થી તે બ્રિટનમાં જ છે. એપ્રિલ 2017માં પ્રત્યાર્પણ વોરંટને કારણે તેની ધરપકડ થઇ અને ત્યાર બાદ તે જામીન પર છુટેલા છે. ભારતીય તપાસ એજન્સીઝનું પ્રતિનિધિત્વ કરનાર યુકે ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસે પણ માલ્યા તરફથી યાચિકા મળવાની પુષ્ટિ કીર છે. માલ્યાએ આ પહેલાં પણ કહ્યું હતું કે મારી વિરુદ્ધનાં આરોપમાં માત્ર 2009માં આઇડીબીઆઇ બેંકથી કુલ 900 કરોડ રૂપિયા ઉધાર લીધેલા ત્રણ હપ્તાને સંબંધિત છે અને આ માટે તેણે લંડન હાઇ કોર્ટના આદેશનો હવાલો પણ આપ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK