BREAKING: શક્ય છે 28 દિવસમાં વિજય માલ્યા ભારતમાં હોય, હારી ગયા છે છેલ્લી અપીલ

Updated: May 14, 2020, 16:52 IST | Gujarati Mid-Day Online Correspondent | London

સુત્રો અનુસાર માલ્યાની અરજી રદ થવાથી હવે તેમની પાસે લંડનમાં કોઇ જ વિકલ્પ રહ્યો નથી અને યુકે હોમ સેક્રેટરીએ તેમના પ્રત્યાર્પણનાં ઓર્ડર્સ પર 28 દિવસમાં સહીં કરવાની રહેશે.

CBI અને ED દ્વારા મુંબઇમાં FIR પણ ફાઇલ કરાઇ છે.
CBI અને ED દ્વારા મુંબઇમાં FIR પણ ફાઇલ કરાઇ છે.

આજે જ વિજય માલ્યાએ ટિપ્પણી કરી હતી કે સરકારને તે પૈસા ચુકવવા તૈયાર છે અને સરકારે પૈસા લઇને તેમની વિરુદ્ધનાં બધા ગુનાઓ, આક્ષેપો બધું પડતું મૂકવું જોઇએ. આ સમાચાર હજી જુના નથી થયા ત્યાં તો આજે વિજય માલ્યા ભારતમાં પ્રત્યાર્પણ થવા અંગેની છેલ્લી અપીલ લંડનમાં હારી ગયા હોવાના સમાચાર આવ્યા છે. ભાગેડુ વિજય માલ્યાએ દેવાળુ ફુંક્યા પછી ઉચાળા ભરી જવા પડ્યા હતા અને તે લાંબા સમયથી યુકેમાં જ છે. આ દરમિયાન તેમણે કોર્ટમાં અરજી કરી હતી કે તેમને ભારતમા સોંપવાના કોર્ટ ઓર્ડર સામે તેમને અપીલ કરવાની છૂટ મળે પણ લંડન હાઇ કોર્ટે તેમની આ અપીલને ફગાવી દીધી છે અને હવે શક્ય છે કે તે 28 દિવસમાં તે ભારતને સોંપી દેવાય. આ અંગે હવે યુકે હોમ સેક્રેટરીએ નિર્ણય લેવાનો રહેશે. વિજય માલ્યા પર આક્ષેપ છે કે તેમણે 11,000 કરોડનું આંધણ મુક્યું છે અને ભારતની બેંક્સ સાથે છેતરપીંડી કરી છે.

સુત્રો અનુસાર માલ્યાની અરજી રદ થવાથી હવે તેમની પાસે લંડનમાં કોઇ જ વિકલ્પ રહ્યો નથી અને યુકે હોમ સેક્રેટરીએ તેમના પ્રત્યાર્પણનાં ઓર્ડર્સ પર 28 દિવસમાં સહીં કરવાની રહેશે. 2016થી વિજય માલ્યાને ભારત લાવવા માટે CBI અને ED દ્વારા લાંબા સમયથી ભાંજગડ કરાય છે. તે  2017થી જામીન પર છે અને 650000 પાઉન્ડ્ઝનાં બોન્ડ પર છે. CBI અને ED દ્વારા મુંબઇમાં FIR પણ ફાઇલ કરાઇ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK