વિજય માલ્યાની અરજી UK કોર્ટે ફગાવી, હવે ભારત પ્રત્યાર્પણની શરૂઆત

Updated: 20th April, 2020 17:56 IST | Gujarati Mid-Day Online Correspondent | London

જો વિજય માલ્યા ફરી યુકેની કોર્ટમાં અપીલ કરશે તો યુકે હોમ ઑફિસે તેનાં પરિણામની રાહ જોવી પડશે પણ જો માલ્યા અપીલ ન કરે તો આગામી 28 દિવસમાં માલ્યાને ભારત ભેગાં થવું પડશે. જુઓ કેસની ટાઇમલાઇન.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

ભારત સરકારે જેને ભાગેડુ જાહેર કર્યા છે તેવા વિજય માલ્યાને જોરદાર ઝટકો મળ્યો છે કારણકે ઇંગ્લેન્ડ અને વેલ્શની ઉચ્ચ અદાલતે તેની અરજી ફગાવી દીધી છે. વિજય માલ્યા પર 9000 કરોડની ઉચાપતનો આક્ષેપ છે અને ફેબ્રુઆરીમાં વિજય માલ્યાને ભારત મોકલવા અંગે યુકે સરકારે મંજૂરી આપી હતી તેની સામે વિજય માલ્યાએ અપીલ કરી હતી જેને આજે યુકેની ઉચ્ચ અદાલતે ફગાવી દીધી છે. હવે વિજય માલ્યા ભારતને સોંપાય પછી તેણે ભારતીય કોર્ટમાં હાજર થવા માટેનાં બધા અવરોધો સાફ થઇ જાય છે.

ત્યાંની હાઇકોર્ટે માલ્યાની અરજી ફગાવી હોવાને કારણે માલ્યાનાં પ્રત્યપ્રણનો આખરી નિર્ણય ત્યાંની ગૃહ સચિવ પ્રીતિ પટેલ પાસે જશે. માલ્યાએ 31મી માર્ચે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, “મેં બેંક્સને પૈસા ચુકવવાની ઑફર કરી છે અને ન તો બેંક પૈસા લેવા તૈયાર છે કે ન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સંપત્તિઓ છોડવા તૈયાર છે. કાશ આ સમયે નાણાંમંત્રી મારી વાત સાંભળત.” ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ક્રાઉન પ્રોસિક્યુશનનાં એક પ્રવક્તાએ જણાવ્યા અનુસાર માલ્યા પાસે આ નિર્ણય અંગે અપીલ કરવા માટે 14 દીવસ છે અને જો વિજય માલ્યા ફરી યુકેની કોર્ટમાં અપીલ કરશે તો યુકે હોમ ઑફિસે તેનાં પરિણામની રાહ જોવી પડશે પણ જો માલ્યા અપીલ ન કરે તો આગામી 28 દિવસમાં માલ્યાને ભારત ભેગાં થવું પડશે.

વિજય માલ્યા કેસની ટાઇમલાઇનઃ

- વિજય માલ્યા 2 માર્ચ 2016 ના રોજ લંડન પહોંચ્યા હતા.

- 21 ફેબ્રુઆરી 2017 ના રોજ, ગૃહ સચિવે માલ્યાના પ્રત્યાર્પણ માટે અરજી કરી. 

- 18 એપ્રિલ, 2017 ના રોજ, વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. તે જ દિવસે તેમને જામીન પણ અપાયા હતા.

- તેનો ભારતીય પાસપોર્ટ 24 એપ્રિલ 2017 ના રોજ રદ કરવામાં આવ્યો હતો.

 - 2 મે 2017 ના રોજ, તેમણે રાજ્યસભાના સભ્યપદથી રાજીનામું આપ્યું.

- 13 જૂન 2017 કેસ મેનેજમેન્ટ અને પ્રત્યાર્પણ સુનાવણી વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં શરૂ થઈ.

 - 10 ડિસેમ્બર 2018 ના રોજ, મુખ્ય મેજિસ્ટ્રેટ એમ્મા અર્બુથનોટ પ્રત્યાર્પણને મંજૂરી આપે છે અને તે ફાઇલ ગૃહ સચિવને મોકલે છે.

- 3 ફેબ્રુઆરી 2019 ના રોજ, ગૃહ સચિવે ભારતને પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો.

 - 5 એપ્રિલ 2019 ના રોજ, ઇંગ્લેન્ડ અને વેલ્સની હાઇકોર્ટના ન્યાયાધીશ ડેવિડે અપીલ કરવાના કાગળો પર મંજૂરી આપવાની ના પાડી.

-2 જુલાઈ, 2019- એક મૌખિક સુનાવણીમાં, ન્યાયાધીશ લેગગટ અને જસ્ટિસ પોપવેલ્લે અરબથનોટ દ્વારા માલ્યા સામે પહેલો ફેસિસનો કેસ સ્થાપિત કર્યો હોવાના નિષ્કર્ષમાં ભૂલ કરી હોવાના આધારે અપીલને મંજૂરી આપી.

-11-13 મે, 2020 ના રોજ, ન્યાયાધીશ ઇરવિન અને જસ્ટિસ લેંગે અપીલની સુનાવણી કરી.

 -20 એપ્રિલ, 2020 ના રોજ અપીલ નામંજૂર થઈ, આ મામલો અંતિમ નિર્ણય માટે ગૃહ સચિવ પાસે ગયો.

First Published: 20th April, 2020 17:27 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK