Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > USએ ચીનને હ્યુસ્ટનમાં આવેલી પોતાની કોન્સુલેટ 72 કલાકમાં બંધ કરવા કહ્યું

USએ ચીનને હ્યુસ્ટનમાં આવેલી પોતાની કોન્સુલેટ 72 કલાકમાં બંધ કરવા કહ્યું

22 July, 2020 04:14 PM IST | Huston
Gujarati Mid-Day Correspondent | feedbackgmd@mid-day.com

USએ ચીનને હ્યુસ્ટનમાં આવેલી પોતાની કોન્સુલેટ 72 કલાકમાં બંધ કરવા કહ્યું

ચાઇનીઝ દૂતાવસમાં પાસે ફાયર બ્રિગેડ પહોંચી છતાં તેઓ કંઇ કરી ન શક્યા

ચાઇનીઝ દૂતાવસમાં પાસે ફાયર બ્રિગેડ પહોંચી છતાં તેઓ કંઇ કરી ન શક્યા


સાવ જ માની ન શકાય તેવા અસાધારણ સંજોગોમાં બુધવારે યુએસએ (USA) દ્વારા ચીનને (China) ને હ્યુસ્ટન (Huston) ખાતે આવેલી તેમને કોન્સ્યુલેટને બંધ કરી દેવાનો આદેશ આપ્યા છે. આ આદેશ બાદ ચીની દૂતાવાસનાં કર્મચારીઓ અમુક દસ્તાવેજો સળગાવી રહ્યા હોય તેવું જોવા મળ્યું હતું. સ્વાભાવિક છે કે ચીન ભારે રોષે ભરાયો છે. વળી દસ્તાવેજો એ પણ ખાસ કરીને કોન્સ્યુલેટ-દૂતાવાસનાં ત્યારે જ બાળવામાં આવે છે જ્યારે યુદ્ધનો ડંકો વાગતો હોય. ઇતિહાસમાં છેલ્લે આ રીતે દસ્તાવેજો બીજા વિશ્વયુદ્ધ પહેલાં બાળવામાં આવ્યા હતા. આ એક ચેષ્ટા છે, જેશ્ચર છે જેનાથી જાણે એક દેશ બીજા દેશને એવું કહેવા માગે છે કે અમે કંઇ ચુપ નથી રહેવાનાં. અમેરિકાએ ચીન સાથે ચાલી રહેલા ભારે તણાવને લઈને હ્યુસ્ટનના કોન્સ્યુલેટ જનરલને બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેના માટે અમેરિકાએ ચીનને 72 કલાકનો સમય આપ્યો છે, આટલા ઓછા સમયમાં કોન્સ્યુલેટ જનરલને ખાલી કરવાના અમેરિકાના આદેશથી ચીનના વિદેશ મંત્રાલયમાં હોબાળો મચી ગયો હતો, ચીનના વિદેશ મંત્રાલયે આ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી હતી. યુએસએનું કહેવું છે કે તેઓ યુએસએની સુરક્ષા માટે આ પગલું લઇ રહ્યા છે.

ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકાના આ પગલાંની આકરી નિંદા કરી હતી અને જણાવ્યું છે કે અમેરિકાએ જો આ ખોટા નિર્ણયને પરત ન લીધો તો તે એક ન્યાયોચિત અને જરૂરી જવાબી કાર્યવાહી કરશે, તો બીજી તરફ, અમેરિકાના આધે બાદ ચીની ચીની દૂતાવાસમાં અરાજકતા ફેલાઇ હતી. ચીની કર્મચારીઓ ગુપ્ત દસ્તાવેજોને સળગાવતા પણ જોવા મળ્યા હતા. સંજોગો એટલા વણસ્યા હતા કે આગને જોઇને હ્યુસ્ટન ફાયર વિભાગનાં બંબાઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.




ન્યુ યોર્ક પોલીસ અનુસાર હ્યુસ્ટન પોલીસને દસ્તાવેજો બાળવાના સમાચાર મંગળવારે સાંજે મળ્યા હતા અને ન્યુઝ રિપોર્ટરનો વીડિયો આ દ્રશ્યો દર્શાવી પણ રહ્યો છે. બંબાઓ ઘટના સ્થળે પહોંચ્યા ખરા પણ તમની પાસે એ ઇમારતને એક્સેસ કરવાની પરવાનગી નહોતી. જો કે ચીનના આરોપ અનુસાર યુએસ સિક્યોરિટીએ તેમના અધિકારીઓ તથા વિદ્યાર્થીઓની પજવણી કરી છે અને તેમના અંગત ડિવાસિઝ વગેરે લઇ લીધા છે અને તે પણ કોઇ કારણ જણાવ્યા વિના.


અમેરિકા અને ચીનના સંબંધો દિવસે દિવસે વધુ તંગ બની રહ્યા છે અને ટ્રમ્પ વહીવટી તંત્રએ ખાસ કરીને ઝીનપિંગ સરકાર સાથે બાયલેટરલ ટ્રેડ માટે વાટાઘાટો કર્યા તે પછી સંજોગો વધુ વણસ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

22 July, 2020 04:14 PM IST | Huston | Gujarati Mid-Day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK