Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Lockdown Luxury: થાઇ કિંગ 20 ગર્લફ્રેન્ડઝ સાથે લક્ઝરી હૉટેલમાં ‘કેદ’

Lockdown Luxury: થાઇ કિંગ 20 ગર્લફ્રેન્ડઝ સાથે લક્ઝરી હૉટેલમાં ‘કેદ’

08 May, 2020 08:39 PM IST | Germany
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Lockdown Luxury: થાઇ કિંગ 20 ગર્લફ્રેન્ડઝ સાથે લક્ઝરી હૉટેલમાં ‘કેદ’

થાઇ રાજા જર્મનીની એક લક્ઝરી હૉટેલમાં તેમને માટે ખાસ બનાવાયેલા પ્લેઝર રૂમમાં તેમના હારેમ એટલે કે જનાનખાનાની સુંદરીઓ સાથે રહી રહ્યા છે.

થાઇ રાજા જર્મનીની એક લક્ઝરી હૉટેલમાં તેમને માટે ખાસ બનાવાયેલા પ્લેઝર રૂમમાં તેમના હારેમ એટલે કે જનાનખાનાની સુંદરીઓ સાથે રહી રહ્યા છે.


આખી દુનિયા લૉકડાઉનમાં લાઇફમાં અનેક જાતનાં એડજસ્ટમેન્ટ કરે છે, વર્ક ફ્રોમ હોમ, ઘરનું કામ અને બીજું ઘણું બધું લોકોને બિઝી રાખી રહ્યું છે. થાઇલેન્ડના રાજાની સ્થિતી જરા અલગ છે, હા એ પણ લૉકડાઉનમાં તો છે જ પણ કિંગ મહા વજીરાલોંગકોર્ન જેમને રામા ધી ટેન્થ તરીકે પણ ઓળખવામાં આવે છે તે જર્મનીની એક લક્ઝરી હૉટેલમાં તેમને માટે ખાસ બનાવાયેલા પ્લેઝર રૂમમાં તેમના હારેમ એટલે કે જનાનખાનાની સુંદરીઓ સાથે રહી રહ્યા છે.

Thai king



ધી સન અખબારમાં પ્રગટ થયેલા એક રિપોર્ટ અનુસાર આ થાઇ ગ્રાન્ડ ફોર સ્ટાર હોટેલ સોનેનબેઇકહ્લમાં રહી રહ્યા છે જે ગારમિશ્ચ-પાર્કટેનકિર્ચન રિસોર્ટનો હિસ્સો છે.આ રિસોર્ટને સ્પેશ્યલ પરમિશન મળી છે અને તે સિંગલ હાઉસહોલ્ડ તરીકે રોગચાળામાં વપરાઇ શકે અને સ્વાભાવિક છે આવું ગ્રાન્ડ રહેઠાણ તો રાજાને જ પોસાય.


Thai king

રામા ધી ટેન્થ 67 વર્ષનાં છે અને 2016થી થાઇલેન્ડનાં રાજા છે. રાજા અને તેમનો આખો કાફલો અત્યારે આ હોટલનાં ચોથા માળ પર રહે છે. અને તમે માનશો આ રાજાની રખાતો અથવા તો તેમના જનાનખાનામાં તેમને આનંદ આપવા માટે જે સ્ત્રીઓ રખાઇ છે તે બધી તેમના સેક્સ સોલ્જરનું બિરુદ પામેલી છે અને રાજાને ગમે એ રીતે તેમની સેવા કર્યા કરે છે. નવાઇ તો એ વાતની છે કે આમાંની એક સાથે ગયા વર્ષે રાજાને બબાલ થઇ અને તેમણે સેક્સ સોલ્જરનું ટાઇટલપાછું ખેંચી લીધું, મિલિટરી રેંક્સ લઇ લીધા અને તે વફાદાર નથી એવું તેને કહ્યું.


Thai king

રાજાનું ડિપ્લોમેટિક સ્થાન જે સ્તરે છે તે જોતાં તેમને કોઇપણ કશું કહી શકે તેમ નથી. રાજાની 20 રખાતો હજી પણ તેમની સાથે રિસોર્ટમાં છે અને તેમને નંબર આપવામાં આવ્યા છે જાણે સૈન્યમાં કોઇ મેજરને અપાયા હોય. રાજા અને તેમના આ સખી મંડળ માટે એક ખાસ પ્લેઝર રૂમ તૈયાર કરાયો છે. આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે હોટલ કેટલી ભવ્ય છે. રાજા પોતાની સખીઓ સાથે આખે આખા એક માળને રોક્યો છે અને તેને બેંગકોકનાં એન્ટિક્સથી સજાવ્યો છે. આ હોટલમાં કોઇને પણ રહેવાની છૂટ નથી અને માત્રને માત્ર થાઇ રાજા જ અત્યારે અહીં રહી રહ્યા છે.થાઇ રાજા પાસે અંદાજે 25 બિલિયન પાઉન્ડની મિલકત છે અને તેમણે તો આ હોટલમાં એક વર્ષ પહેલાં જ આ સ્ટે બુક કર્યો હતો અને કહેવાય છે કે તે જ્યારે પણ અહીં જર્મનીમાં રહેવા આવે છે ત્યારે માત્ર એક માળ નહીં પણ ત્યાંની તિજોરી પણ ખીચોખીચ ભરી દે છે. જર્મની અને થાઇલેન્ડ બંન્ને કોરોનાવાઇરસના સંકજામાં છે ત્યારે આ થાઇ રાજાને અત્યારે અહીં રહેવા સિવાય બીજો કોઇ છૂટકો નથી.તેમની પ્રોપર્ટી સ્ટારનબર્ગ લેક પાસે પણ છે અને તે અપર બવારિયાની નિયમિત મુલાકાત લે છે.

Thai king

જો કે ગયા અઠવાડિયે રામા ધી ટેન્થ થાઇલેન્ડમાં કોઇ પ્રોટેક્ટિવ સંસાધનની ચકાસણી કરતા હતા અને સાથે 41 વર્ષની પત્ની ક્વિન સુથિદા પણ હતી પણ અત્યારે તે ફરી જર્મની પહોંચી ગયા છે જ્યાં તે પોતાના જનાન ખાનાનાં સખી મંડળ સાથે રહી રહ્યા છે. સખી મંડળમાં કેટલીક યુવતીઓ રાજાની બીકે જોડાય છે, કેટલીક પૈસા કમાવાનાં આશયથી જ જોડાય છે અને ઘણું મળશેની આશાથી જોડાતી હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2020 08:39 PM IST | Germany | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK