ભારતના ચીન પ્રત્યેના વલણથી તાઇવાન ખુશ છે, જુઓ આ છે પુરાવો, રામે ડ્રેગન માર્યો જો

Updated: 18th June, 2020 14:19 IST | Gujarati Mid-Day Online Correspondent | Taiwan

આ પોસ્ટરમાં ભગવાન રામ ડ્રેગનનો વધ કરી રહ્યા છે. ભારતમાં દશેરા પર આવા પ્રકારની તસવીર વાયરલ થાય છે જેમાં રાવણનો વધ કરતા રામ જોવા મળે છે.

આ પોસ્ટર બહુ જ વાઇરલ થઇ રહ્યું છે જે તાઇવાન ન્યુઝે પ્રકાશિત કર્યું છે
આ પોસ્ટર બહુ જ વાઇરલ થઇ રહ્યું છે જે તાઇવાન ન્યુઝે પ્રકાશિત કર્યું છે

ભારત-ચીન વચ્ચે હિંસક અથડામણ તાઇવાન (Taiwan)માં એક તસવીર વાયરલ થઈ રહી છે. વાયરલ તસવીરમાં ભગવાન રામ ડ્રેગન પર વાર કરતા જોવા મળે છે. તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે ‘વી કોન્કર, વી કિલ’. તાઇવાન ન્યૂઝે આ તસવીરને ફોટો ઓફ ધ ડે ટાઇટલ આપી પબ્લિશ કરી છે. રામનો રાવણ વધ એટલે બુરાઇ પર ભલાઇનો વિજય અને એ જ સંદર્ભે તાઇવાન ન્યુઝે આ તસવીર રજૂ કરીને લખ્યું છે કે  ભારતના રામે ચીનના ડ્રેગનનો વધ કર્યો છે.

તાઇવાન ન્યૂઝે આ પોસ્ટરને મુક્યું છે પણ ભારતમાં આ પોસ્ટર સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં ભગવાન રામ ડ્રેગનનો વધ કરી રહ્યા છે. ભારતમાં દશેરા પર આવા પ્રકારની તસવીર વાયરલ થાય છે જેમાં રાવણનો વધ કરતા રામ જોવા મળે છે. રામાયણની આખી કથા જ બુરાઇ પર ભલાઇના વિજયની છે, માટે જ દશેરા એટલે કે વિજયા દશમી પણ રાવણનું પુતળું બાળીને ઉજવવામાં આવે છે. રામ ડ્રેગનનો વધ કરતા હોય તેવા આ પોસ્ટરને હોંગકોંગ સોશિયલ મીડિયા સાઇટ LIHKG ઉપર પણ પોસ્ટ કરવામાં આવી છે. હોંગકોંગના ટ્વિટર યૂઝર્સ પણ તેને શેર કરી રહ્યા છે. ભારત અને ચીન વચ્ચેની અથડામણ અને વિખવાદમાં લોકો કોને ટેકો આપવા માગે છે તે આ પ્રકારનાં શેર્સ અને પોસ્ટ પરથી સાબિત થઇ જાય છે.

First Published: 18th June, 2020 14:05 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK