અરેરેરે, આ માણસ ચપ્પલ સાથે સંભોગ કરતો હતો, પોલીસને મળ્યા 126 જોડી પગરખાં

Updated: May 29, 2020, 15:26 IST | Gujarati Mid-Day Online Correspondent | Thailand

પોલીસે જણાવ્યું છે કે આ યુવક પાસે અલગ અલગ બ્રાંડના ફૂટવેર અલગ અલગ સાઇઝમાં ઉપલબ્ધ હતા. આ બધા જ પગરખાં તેણે બહુ ચોખ્ખા રાખ્યા હતા અને તે તેમને પ્રેમથી મેઇન્ટેઇન કરતો હતો.

એ તો છેલ્લા બે વર્ષથી નિયમિત રૂપે ચપ્પલ ચોરતો હતો.
એ તો છેલ્લા બે વર્ષથી નિયમિત રૂપે ચપ્પલ ચોરતો હતો.

લોકોનાં મગજ ક્યારે કઇ દિશામાં દોડે એની તો કોઇને ય કલ્પના નથી હોતી અને થાઇલેન્ડમાં નોન્થાબુરીમાં રહેતા આ માણસે જે કર્યું છે બહુ જ વિચિત્ર છે. આ યુવક ચપ્પલ અને બુટ સાથે સેક્સ કરતો હતો. પોતાની આ વિચિત્ર ઇચ્છા પુરી કરવા માટે તેણે અત્યાર સુધીમાં અનેક જોડાં ચોર્યા છે. માત્ર 24 વર્ષના યુવકનું નામ થીરાપટ ક્લાઇયા છે અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. કહેવાય છે કે તેની પાસે 126 જોડી પગરખાં મળ્યા છે. પોલીસને શંકા છે કે આ તેની આસપાસ રહેનારા લોકોનાં જ પગરખાં છે જે તેણે પોતાનો વિચિત્ર શોખ પુરો કરવા ચોર્યા હશે.તેણે આમ તો અલગ અલગ બ્રાન્ડનાં ચપ્પલ ચોર્યા પણ મોટે ભાગે ફ્લિપફ્લોપ્સ અને સ્લિપર્સ જેવા ચપ્પલ તેના કલેક્શનમાં મોટી સંખ્યામાં હતા.

મૂળ તો ચપ્પલોની સતત ચોરી થવાની ફરિયાદ જ્યારે થઇ ત્યારે પોલીસે સીસીટીવી કેમેરા ફુટેજનો ચેક કરવાનું નક્કી કર્યું. એક વ્યક્તિ જેના પોતાના ચપ્પલાં અનેકવાર ચોરાયા હતા તેણે જ પોલીસને આ ફુટેજ મેળવવામાં મદદ કરી હતી. ફુટેજમાં આ થીરાપટ કલાઇયા ચપ્પલો ચોરતો નજરે ચઢ્યો હતો. ફુટેજને આધારે જ પોલીસે તેને ઓળખી કાઢ્યો અને પછી તેને પકડ્યો. જ્યારે તેનાં ઘરની તલાશી લેવાઇ ત્યારે ખબર પડી કે એ તો છેલ્લા બે વર્ષથી નિયમિત રૂપે ચપ્પલ ચોરતો હતો. જો કે સૌથી વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે તેણે પોતે જ કબૂલ કર્યુ કે તે ચપ્પલો ચોરતો પછી કલાકો તે આ ચોરેલા ચપ્પલો પહેરી રાખતો. પહેરી રાખ્યા બાદ તે ચપ્પલને ચુંબનો કરતો, ઘસતો અને પછી તેની સાથે સેક્સ પણ કરતો.

પોલીસે જણાવ્યું છે કે આ યુવક પાસે અલગ અલગ બ્રાંડના, ખાસ કરીને એવી બ્રાંડ્ઝ જે બહુ જ પ્રખ્યાત હોય તેવા ફૂટવેર અલગ અલગ સાઇઝમાં ઉપલબ્ધ હતા. આ બધાજ પગરખાં તેણે બહુ ચોખ્ખા રાખ્યા હતા અને તે તેમને પ્રેમથી મેઇન્ટેઇન કરતો હતો. પોલીસે જ્યારે પ્રેસકોન્ફરન્સ કરી ત્યારે તે ચપ્પલો પણ કોન્ફરન્સમાં લઇને આવ્યા હતા. આ કલેક્શન મોંઘાદાટ બ્રાન્ડેડ ચપ્પલો વાળું હતું. આ જ યુવક ગયા વર્ષે, આ જ પ્રકારનાં ગુના માટે પકડાયો હતો પણ ત્યાર તે અલગ જિલ્લામાં ચોરી કરતો હતો. તેણે પોલીસ આગળ કબૂલાતમાં ખુલાસો કર્યો હતો કે તે એક પછી એક બધાં ચપ્પલ સાથે શારીરિક સંબંધ બાંધતો પછી તેમને ફેંકી દેતો અને નવા ચપ્પલો શોધી તેમની ચોરી કરવામાં વ્યસ્ત થઇ જતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK