Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જ્યારે પ્રેસકોન્ફરન્સમાં આવી ગયું શાહમૃગ, જુઓ વીડિયો

જ્યારે પ્રેસકોન્ફરન્સમાં આવી ગયું શાહમૃગ, જુઓ વીડિયો

27 May, 2020 10:42 AM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

જ્યારે પ્રેસકોન્ફરન્સમાં આવી ગયું શાહમૃગ, જુઓ વીડિયો

આ ફુટેજ સોશ્યલ મીડિયા પર બહુ જ વાઇરલ થયું હતું.

આ ફુટેજ સોશ્યલ મીડિયા પર બહુ જ વાઇરલ થયું હતું.


આજે બીજું તો ઠીક પણ એક ઉત્સુક શાહમૃગનો વીડિયો ભારે વાઇરલ થયો છે. સ્પેઇનિશ રાજકારણી એક પ્રેસકોન્ફરન્સ સંબોધી રહ્યા છે ત્યારે અચાનક જ વચ્ચે શાહમૃગ ડોકિયું કરે છે. આ ઘટના ત્યારે ઘટી જ્યારે ઉત્તર સ્પેઇનમાં કેન્ટાબ્રિયાના પ્રેસિડન્ટ મિગ્લ એન્જ રેવિલા કાબાર્સેનો નેચરલ પાર્ક ઝૂની મુલાકાતે ગયા હતા. તેઓ ઝૂ ગયા હતા કારણકે તેઓ ઝૂ ફરી ક્યારથી ખુલશે તે અંગેની જાહેરાત કરવાના હતા. તેઓ મીડિયા રિપોર્ટર્સ સાથે વાત કરી રહ્યા હતા અને ત્યાં ત્યાં તો પાછળથી એક શાહમૃગ આવીને ઉભું રહીને બધું કુતુહલથી જોવા માંડ્યું હતું.જો કે મીડિયા સાથે વાત કરી રહેલા રાજકીય નેતાનું તો ધ્યાન પણ નહોતું કે તેમની પાછળ શાહમૃગ ઉભું છે. આ ફુટેજ સોશ્યલ મીડિયા પર બહુ જ વાઇરલ થયું હતું.




વીડિયો વાઇરલ થયો પથી રેવિલાએ પણ આ આખી વાતને રમૂજમાં લીધી અને પછી પોતાના ફેસબુક પેજ પર પણ મિમ શેર કર્યું હતું જેમાં તેમણે પોતે વીડિયોમાંથી ફોટો લઇને ફેમસ અમેરિકન સિટકોમ સિમ્પસનનો લીડ એક્ટર હોમર સિમ્પસન જેમાં શાહમૃગ સાથે છે તેવું વિઝ્યુઅલ યુઝ કર્યુ હતું અને લખ્યું કે સિમ્પસન્સે તો આ પહેલાં જ પ્રેડિક્ટ કર્યું હતું.


સ્પેઇનમાં ધીરે ધીરે સંજોગો બદલાઇ રહ્યા છે અને લૉકડાઉનમાં છૂટછાટ મળી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2020 10:42 AM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK