Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઉફ્ફ કૅનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની આ અદા પર છોકરીઓ થઇ છે ફિદા

ઉફ્ફ કૅનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની આ અદા પર છોકરીઓ થઇ છે ફિદા

23 April, 2020 03:09 PM IST | Canada
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ઉફ્ફ કૅનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની આ અદા પર છોકરીઓ થઇ છે ફિદા

કેનેડાના વડાપ્રધાનનાં ફેન્સની સંખ્યા જ જાણે બમણી થઇ ગઇ

કેનેડાના વડાપ્રધાનનાં ફેન્સની સંખ્યા જ જાણે બમણી થઇ ગઇ


કૅનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો એટલા હેન્ડસમ છે કે એને જોઇને કોઇનું પણ હ્રદય એક ધબકારો ચૂકી જઇ શકે છે. આવા સંજોગોમાં હીરો જેવા દેખાતા આ વડાપ્રધાને ઇન્ટરનેટ ક્રેશ કરી દીધું છે અને એ પણ તેમનાં મસ્ત મજાનાં ઝૂલ્ફાને ઝટકો આપીને. ટ્રુડો છેલ્લા ઘણાં દિવસોથી ઘરેથી જ કામ કરી રહ્યા છે અને તેમના ઓટ્ટાવા કૉટેજની બહારથી તે મીડિયા સાથે વાત કરતા હોય છે. તાજેતરમાં જ તેમણે એક પ્રેસ બ્રિફિંગ આપ્યું જેમાં તે કોરોનાવાઇરસની સ્થિતિમાં ફાઇનાન્શિયલ સપોર્ટ અને ઇકોનોમિક રિલિફની વાત કરી રહ્યા હતા અને સ્થાનિક બિઝનેસિઝને કાબુમાં લેવા અંગે ચર્ચા કરી રહ્યા હતા.

આ સ્પીચ દરમિયાન ટ્રુડોનાં મસ્ત મજાના વાળની લટ કપાળે આવી ગઇ અને આંખોની આડે આવી ત્યારે કોઇપણ માણસ જે કરે એ જ ટ્રુડોએ પણ કર્યું – અંગ્રેજીમાં જેને હેર ફ્લિપ કહેવાય છે એટલે કે તેણે પોતાના હાથથી પોતાના વાળ આંખ સામેથી ખસેડ્યા. થોડા કલાકોમાં તો આ હેર ફ્લિપનો સ્લોમોશન વીડિયો વાઇરલ થઇ ગયો, કોઇએ આ વીડિયોનાં બેગ્રાઉન્ડમાં રોમેન્ટિક ગીત મુક્યું તો કોઇએ મસ્ત સંગીત મુક્યું.સોશ્યલ મીડિયા પર તેની ચર્ચા અટકી જ નહીં. એમાં ય ખાસ કરીને ટ્રુડોની દીવાની છોકરીઓ તો તેની પર ફિદા થઇ ગઇ.





 કોઇએ ઇચ્છ્યું કે ટ્રુડોએ એના વાળની લટ સંવારીને એની સાથે વાત કરવી જોઇએ. 

 તો કોઇને મતે જસ્ટિન ટ્રુડોનાં હેર ફ્લિપ માટે અલગ ટ્વિટર હેન્ડલ હોવું જોઇએ. 

 ફેસબુક પર આ રીતે લોકોએ પ્રતિક્રિયાઓ આપી હતી. લોકોને કેનેડાના વડાપ્રધાન આટલા હોટ હોવાથી જેલસી થઇ રહી છે તો કોઇ કહે છે હવે જસ્ટિને હૉલીવુડમાં કામ કરવું જોઇએ. કોઇએ એમ પણ કહ્યું કે વાળ તો બધાને કપાવવા પડે એમ હોય છે. 

Justin

ટ્રુડોનાં દેખાવ પર જાન દેનારાઓની કોઇ ખોટ નથી ત્યારે આ હેન્ડસમ વડાપ્રધાનની આ અદાની ચર્ચાઓ લાંબો સમય ચાલુ રહેશે તેમ લાગે છે.

Whatsapp-channel Whatsapp-channel

23 April, 2020 03:09 PM IST | Canada | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK