અમેરિકામાં ન્યાયતંત્ર સામે જંગે ચડેલા અશ્વેતોનું શનિવારે વિરાટ શક્તિપ્રદર્શન

Published: 9th December, 2014 04:56 IST

મિલ્યન માર્ચ NYCમાં ભાગ લેવાની તૈયારી ફેસબુક પર ૩૦,૦૦૦ લોકોએ દર્શાવીઅમેરિકામાં પોલીસને હાથે થયેલી અશ્વેતોની હત્યા સામે બુધવારથી શરૂ થયેલું વિરોધપ્રદર્શન રવિવારે પણ ચાલુ રહ્યું હતું. હવે શનિવારે ન્યુ યૉર્કમાં વિરાટ શક્તિપ્રદર્શનની તૈયારી ચાલી રહી છે. આફ્રિકન અમેરિકન એરિક ગાર્નરની હત્યાના આરોપી પોલીસ-અધિકારી સામે કોઈ પગલાં નહીં લેવાનો ફેંસલો ગ્રૅન્ડ જ્યુરીએ કર્યો એ પછી શરૂ થયેલું એ વિરોધપ્રદર્શન દિવસો પસાર થતા જાય છે એમ આક્રમક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. રવિવારે પ્રદર્શનકર્તાઓએ વેસ્ટ કોસ્ટમાં ખાસ કરીને બર્કલી તથા કૅલિફૉર્નિયામાં જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરોધપ્રદર્શન એટલું જોરદાર હતું કે દંગાવિરોધી પોલીસ દળે એમાં હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. હવે વિરોધ પ્રદર્શનકર્તાઓ સોશ્યલ નેટવર્કના માધ્યમથી ૧૩ ડિસેમ્બરે ન્યુ યૉર્કમાં મોટી રૅલી કાઢવાની યોજના ઘડી રહ્યા છે. એ રૅલીને મિલ્યન માર્ચ ફ્ળ્ઘ્ એવું નામ આપવામાં આવ્યું છે. આ રૅલીમાં ભાગ લેવાની સહમતી ફેસબુક પર ૩૦,૦૦૦થી વધુ લોકો દર્શાવી ચૂક્યા છે. આ રૅલી યોજવાનો ઉદ્દેશ એરિક ગાર્નર ઉપરાંત માઇકલ બ્રાઉન અને ફગ્યુર્સનમાં અશ્વેત કિશોરની હત્યા માટે જવાબદાર પોલીસ-અધિકારીઓ સામે પગલાં લેવાનું દબાણ ન્યાય વિભાગ પર લાવવાનો છે.
 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK