લૉકડાઉનને કારણે વિશ્વમાં મોટાભાગનાં લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે. વર્ક ફ્રોમ હોમની સમસ્યાઓ કર્મચારી માટે અલગ હોઇ શકે છે, ક્યારેક સિસ્ટમનાં ઇશ્યૂ તો ક્યારેક વાઇફાઇ ન ચાલે જો કે આ બધું સાવ પોકળ લાગે જ્યારે આપણે એ રિપોર્ટ વાંચીએ કે વર્ક ફ્રોમ હોમ કરી રહેલા સો ટકા લોકોમાંથી એકાવન ટકા એટલેકે અડધાથી વધારે લોકોએ એ વાત સ્વીકારી છે કે તેઓ ઑફિસના કામ કરવા માટે અપાયેલા ઉપકરણો પર પોર્ન જુએ છે. ઑફિસનાં ઇક્વિપમેન્ટ્સ પર અશ્લિલ સામગ્રી જોનારા આ કર્મચારીઓ અંગેના રિપોર્ટમાં ગજબ તારણ મળ્યાં છે.
જેમ કે 18 ટકા કર્મચારી પોતાની કંપનીએ આપેલા ડિવાઇસ પર પોર્ન જુએ છે, 33 ટકા પોતાના પર્સનલ ગેજેટ્સ પર પોર્ન જુએ છે. સાયબર સિક્યુરિટી ફર્મ કેસ્પર્સ્કીના અહેવાલ મુજબ જો કર્મચારીઓ આવી સાઈટોની મુલાકાત દરમિયાન ધ્યાન ન આપે તો તેના ડિવાસમાં માલવેર અટેકનો ખતરો પણ વધી જાય છે. એટલે કે ડિવાઇસમાં વાઇરસ આવી શકે છે. જો કે સારા સમાચાર એ પણ છે કે 31 ટકા કર્મચારીઓએ કહ્યું કે, તેઓ પહેલાંની સરખામણીમાં વધુ કામ કરે છે. રિપોર્ટમાં મુજબ કર્મચારીઓ માટે કામ અને વ્યક્તિગત પ્રવૃતિઓને અલગ કરવી મુશ્કેલ થઇ જાય છે કારણકે તેઓ ઘરેથી કામ કરી રહ્યા છે. આવું આઇટી ક્ષેત્રમાં કામ કરનારા સાથે વધારે થાય છે. 55 ટકા કર્મચારીઓનું કહેવું છે કે, ઘરેથી કામ શરૂ થાય તે પહેલાં તેઓ સમાચાર વાંચવામાં વધુ સમય આપે છે. સમાચાર અને માહિતી અપડેટ માટે પણ 60 ટકા તો ઑફિસની ડિવાઇસનો જ ઉપયોગ થાય છે. આ તરફ કામ કરનારાઓ પોતાની વ્યક્તિગત ચીજો માટે ઑફિસનાં ઉપકરણોનો ઉપયોગ કરે છે તો કેટલાક 42 ટકા જેટલા અંગત ઇમેઇલ એડ્રેસનો ઉપયોગ કરે છે. 49 ટકા માને છે કે ઘરેથી કામ કરી વખતે અંગત આઇડીઝનો ઉપયોગ વધારે થાય છે અને 39 ટકા એવી મેસેન્જર સર્વિસનો ઉપયોગ કરે છે જેને આઇટી વિભાગની મંજૂરી ન મળી હોય.
લૉકડાઉન કી લવ સ્ટોરીનો મોહિત મલિક કોરોના-પૉઝિટિવ
17th January, 2021 16:55 ISTદિલ્હીના આરએમએલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોનો કોવેક્સિન રસી લેવાનો ઇનકાર
17th January, 2021 12:20 ISTકોરોના રસી સુરક્ષિત છે તો મોદી સરકારમાંથી કોઇએ રસી શા માટે ના મુકાવી?: મનિષ તિવારી
17th January, 2021 12:17 ISTપહેલા દિવસે ૧,૯૧,૧૮૧ લોકોને રસી અપાઈ
17th January, 2021 12:15 IST