૨૦૧૪માં મુંબઈમાં ૫૯૫૫ કરોડના પ્રોજેક્ટ શરૂ થયા

Published: Dec 30, 2014, 05:36 IST

૨૨,૮૧૬ કરોડના પ્રોજેક્ટ્સનું કામ ચાલી રહ્યું છે અને ૬૯,૪૨૫ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે
મુંબઈના વિકાસ માટે MMRDAએ ૨૦૧૪માં આશરે ૫૯૫૫ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા પ્રોજેક્ટ કાર્યાન્વિત કર્યા છે, જ્યારે આગામી સમયમાં મુંબઈના વિકાસ માટે MMRDAએ ૬૯,૪૨૫ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે. MMRDA દ્વારા હાલમાં ૨૨,૮૧૬ કરોડના પ્રોજેક્ટ પર કામ જારી છે. ગઈ કાલે મુંબઈ MMRDAએ એક સ્ટેટમેન્ટમાં આની વિગતો આપી હતી.

શરૂ થઈ ગયેલા પ્રોજેક્ટ

 • ૧૨૦૦ કરોડની ચેમ્બુર-વડાલા મોનોરેલ
 • ૨૩૬૫ કરોડની વસોર્વા-અંધેરી-ઘાટકોપર મેટ્રો રેલવે
 • ૧૪૬૩.૮૭ કરોડ રૂપિયાનો ૧૭ કિલોમીટરનો ઈસ્ટર્ન ફ્રીવે
 • ૪૨૮ કરોડ રૂપિયાનો સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ
 • ૭૬ કરોડ રૂપિયાનો અમર મહાલ જંક્શન પાસેનો ૧૦૯૬ મીટર લાંબો ફ્લાયઓવર
 • ૪૦૦ કરોડ રૂપિયાનો બે કિલોમીટર લાંબો સહાર એલિવેટેડ રોડ
 • ૨૧.૯૬ કરોડ રૂપિયાનો સાઉથ તરફ જતો ખેરવાડી જંક્શન પરનો ફ્લાયઓવર


હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ


 • ૯૬૩૦ કરોડ રૂપિયાના ખર્ચે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક પ્રોજેક્ટ
 • ૯૩૨૬ કરોડ રૂપિયાના ખર્ચે વિરાર-અલીબાગ મલ્ટિમૉડલ કૉરિડોરનો પહેલો તબક્કો
 • ૧૨૬૦ કરોડ રૂપિયાના ખર્ચે વડાલાથી સંત ગાડગે મહારાજ ચોક સુધીનો મોનોરેલનો પ્રોજેક્ટ
 • ૨૬૦૦ કરોડ રૂપિયાનો મુંબઈ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ
 • ૬૯,૪૨૫ કરોડની યોજનાને મંજૂરી
 • ૨૪,૩૪૦ કરોડ રૂપિયાની ૩૩.૫ કિલોમીટર લાંબી કોલાબા-બાંદરા-સીપ્ઝ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો કૉરિડોર
 • ૨૫,૬૦૫ કરોડ રૂપિયાની ૪૦ કિલોમીટર લાંબી દહિસર-ચારકોપ-બાંદરા-માનખુર્દ મેટ્રો કૉરિડોર
 • ૧૯,૯૦૭ કરોડ રૂપિયાનો વડાલા-ઘાટકોપર-થાણે-કાસારવડવલી મેટ્રો કૉરિડોર
 • બાંદરા-કુર્લા જંક્શન પર ટ્રાફિકની સમસ્યા ઉકેલવા ૨૨૭ કરોડ રૂપિયાના ચાર ફ્લાયઓવર
 • બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ચૂનાભઠ્ઠી સાથે જોડવા માટે ૧૫૬ કરોડ રૂપિયાના ખર્ચે ૧.૬ કિલોમીટરનો ફ્લાયઓવર

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK