કૉલેજની બધી સુવિધાઓની માહિતી મુંબઈ યુનિવર્સિટીના પોર્ટલમાં ઉપલબ્ધ થશે

Published: Feb 15, 2020, 07:49 IST | Pallavi Smart | Mumbai

એડમિશનના દિવસોમાં તથા અન્ય વેળા એ વિદ્યાર્થીઓ અને એમના માતા-પિતાની મૂંઝવણ દૂર કરવા મુંબઈ યુનિવર્સિટી નવી સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે.

મુંબઈ યુનિવર્સિટી
મુંબઈ યુનિવર્સિટી

એડમિશનના દિવસોમાં તથા અન્ય વેળા એ વિદ્યાર્થીઓ અને એમના માતા-પિતાની મૂંઝવણ દૂર કરવા મુંબઈ યુનિવર્સિટી નવી સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે. કૉલેજોમાં એડમિશન્સ, કૉલજોમાં કોર્સીસ, ફી સ્ટ્રક્ચર અને બીજી સુવિધાઓની એક ઠેકાણે માહિતી મળી રહે એ માટે પોર્ટલ પર માહિતી ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય મુંબઈ યુનિવર્સિટીએ લીધો છે. 

યુનિવર્સિટીને સંલગ્ન દરેક કૉલેજની માહિતી એક ક્લિકમાં ઉપલબ્ધ થશે. મુંબઈ યુનિવર્સિટીની ઑફિશ્યલ વેબસાઇટ પર ઉપલબ્ધ એકેડેમિક ઑડિટ પોર્ટલ ફેસિલીટી પર યુનિવર્સિટીને સંલગ્ન ૮૨૩ કૉલેજોની મહત્વપૂર્ણ માહિતી એક ઠેકાણે પ્રાપ્ત થશે.
યુનિવર્સિટીની નવી સગવડ માટે સંલગ્ન કૉલેજોની વિગતો એકઠી કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આવતા શૈક્ષણિક વર્ષની એડમિશન્સની સીઝન શરૂ થતાંની સાથે પોર્ટલ પર દરેક બાબતની અપ ટુ ડેટ વિગતો અને તાજી માહિતી ઉપલબ્ધ થશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK