મુંબઈના બિલ્ડરને રેપ-કેસમાં ફસાવવાનો પ્રયત્ન કરનાર ઇન્દોરની મહિલા જેલમાં

May 15, 2017, 07:17 IST

મુંબઈના ડેવલપર વિરુદ્ધ ગયા વર્ષે માર્ચ મહિનામાં ખોટો રેપ-કેસ નોંધાવવાના આરોપસર ગોવા પોલીસે ઇન્દોરની મહિલાની શનિવારે ધરપકડ કરી છે.

મહિલાએ કરેલા કેસમાં એવો આરોપ મૂક્યો હતો કે નૉર્થ ગોવાના અંજુના બીચ વિલેજની એક હોટેલની રૂમમાં નોકરી અપાવવાને બહાને મને બોલાવી બિલ્ડરે મારા પર રેપ કર્યો હતો. જોકે તપાસમાં મહિલાએ કરેલી ફરિયાદ તદ્દન ખોટી હોવાનું સ્પષ્ટ થયું છે. આરોપી મહિલાને શનિવારે ર્કોટમાં રજૂ કરતાં તેને સાત દિવસની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.

મહિલાએ બિલ્ડર વિરુદ્ધ ખોટો કેસ નોંધાવતાં બિલ્ડરે ગોવાના માપસામાં ઍડિશનલ સેશન્સ ર્કોટમાં અગોતરા જામીન માટે અરજી કરી હતી. બિલ્ડરને જામીન મળ્યા હતા. એ ઉપરાંત બિલ્ડરે ખંડણી અને પ્રૉપર્ટી પચાવી પાડવાના ઇરાદે ખોટો કેસ નોંધવામાં આવ્યો હોવાનો દાવો કરી ઑક્ટોબર મહિનામાં મહિલા અને અન્ય ૧૧ જણ વિરુદ્ધ વળતી ફરિયાદ પણ નોંધાવી હતી.

ફરિયાદી મહિલાએ જણાવેલા ઘટનાના દિવસે બિલ્ડર મુંબઈમાં હોવાનું ઘ્ઘ્વ્સ્ કૅમેરાના ફુટેજમાં સ્પષ્ટ થયું હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. એ સિવાય બિલ્ડરના ફોનના લોકેશન અને અન્ય સાક્ષીદારોએ કરેલા દાવા પ્રમાણે બિલ્ડર ઘટનાના દિવસે ગોવામાં નહોતો તેમ જ મહિલાનો મેડિકલ રીપોર્ટ પણ નેગેટિવ આવ્યો હોવાનું સ્પષ્ટ થતાં મહિલા આરોપી સાબિત થઈ હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK