Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સંગીતકાર જતીન-લલિતની બહેન ૨૦ લાખનાં ઘરેણાં સાથે મિસિંગ

સંગીતકાર જતીન-લલિતની બહેન ૨૦ લાખનાં ઘરેણાં સાથે મિસિંગ

25 December, 2012 06:07 AM IST |

સંગીતકાર જતીન-લલિતની બહેન ૨૦ લાખનાં ઘરેણાં સાથે મિસિંગ

સંગીતકાર જતીન-લલિતની બહેન ૨૦ લાખનાં ઘરેણાં સાથે મિસિંગ


કસ્ટમ્સ-ઑફિસર અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનર જયપ્રકાશ સિંહને પરણેલી ૫૦ વર્ષની સંધ્યા ૧૩ ડિસેમ્બરથી ૨૦ લાખનાં ઘરેણાં સાથે ગાયબ છે. આ વિશે વધુ માહિતી આપતાં નેરુળ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજકુમાર ચાફેકરે કહ્યું હતું કે ‘૧૩ ડિસેમ્બરે મિસિંગ થયેલી સંધ્યાની બે દિવસ શોધ ચલાવ્યા પછી પણ તે ન મળતાં તેના પતિ જયપ્રકાશે આ બાબતની ફરિયાદ ૧૫ ડિસેમ્બરે કરી હતી. તેમણે કહ્યું હતું કે એનઆરઆઇ કૉલોની સી વુડ દારાવેમાં રહેતી સંધ્યા ૧૩ ડિસેમ્બરે અભ્યુદય બૅન્કના લૉકરમાં ૨૦ લાખ રૂપિયાનાં ઘરેણાં મૂકવા ઘરેથી નીકળી હતી. તેને તેની ફ્રેન્ડ ઉમા ગોરે બૅન્ક સુધી કારમાં લિફટ આપી હતી. ઉમા ગોરે તેને બૅન્ક પાસે ઉતારીને આગળ ચાલી ગઈ હતી. ત્યાર પછી તે મિસિંગ છે. જયપ્રકાશ સિંહે કહ્યું હતું કે એ સમયે તે ગ્વાલિયર હતા અને બીજે દિવસે તેના દીકરાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે સંધ્યા ઘરે નથી. તેમને પહેલાં લાગ્યું હતું કે તે કોઈ ફ્રેન્ડ અથવા રિલેટિવને ત્યાં ગઈ હશે. જોકે તે ક્યાંય ન મળતાં આખરે તેમણે ૧૫ ડિસેમ્બરે ફરિયાદ નોંધાવી હતી.

જયપ્રકાશ સિંહે સંધ્યા વિશે માહિતી આપનારને ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે.’    

એનઆરઆઇ = નૉન-રેસિડન્ટ ઇન્ડિયન


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2012 06:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK