કોરોના છે કે નહીં તે ફક્ત એક મીનિટમાં ખબર પડશે, જાણો કેવી રીતે...

Published: Oct 09, 2020, 19:47 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, એવામાં તબીબી સારવારની ઉપલબ્ધતા પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, એવામાં તબીબી સારવારની ઉપલબ્ધતા પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. ભારતમાં પણ દરરોજ કોવિડ-19 કેસમાં હજારોમાં વધારો થઈ રહ્યો છે, આ પરિસ્થિતિને જોતા ભારત અને ઈઝરાયલે મળીને એક ટેકનોલોજી વિકસાવી છે જે હાલ ફાઈનલ સ્ટેજમાં છે જે થોડાક જ દિવસમાં તૈયાર થશે.

આ નવી ટેકનોલોજીથી એક મિનીટની અંદર તમને ખબર પડશે કે તમને કોવિડ-19 પૉઝિટિવ છો કે નહીં. ભારતમાં ઈઝરાયલના રાજદૂત રૉન માલ્કાએ પીટીઆઈને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, આ જાણકારી આપી હતી. 

ભારત અને ઈઝરાયલ એવી રેપિડ ટેસ્ટ ટેકનોલોજી બનાવી રહી છે જેનાથી એક મિનીટની અંદર ખબર પડશે કે તમે કોવિડ-19 પૉઝિટિવ છે કે નહીં. આ ટેસ્ટમાં એક ટ્યૂબમાં ફક્ત મોઢામાંથી હવા છોડવાની રહેશે. માલ્કાએ કહ્યું કે, ફક્ત 30થી 50 સેકંડમાં રિપોર્ટ મળશે.

ભારત અને ઈઝરાયલે સંયુક્તરૂપથી ચાર ટેસ્ટ ટેકનોલોજીનો ટ્રાયલનો કર્યો છે. ભારતમાં મોટા પાયે સેંપલ લેવામાં આવ્યા હતા. આમાં એલાઈઝર અને વોઈસ ટેસ્ટનો પણ સમાવેશ છે. આનાથી તરત જ ખબર પડશે કે તમારા શરીરમાં કોવિડ-19 છે કે નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK