ઇન્ડિગો એરલાઇન્સનના મેનેજરની પટનામાં હત્યા

Published: 14th January, 2021 16:01 IST | Agencies | New Delhi

કુસુમવિલા એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી રહ્યાં હતાં તે વેળા ગુનેગારો તેમના પર ગોળીબાર કર્યો હતો. તેમને તત્કાળ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતાં.

તસવીર સૌજન્ય જાગરણ
તસવીર સૌજન્ય જાગરણ

બિહારની રાજધાની પટનામાં શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્ડિગો એરલાઇન્સના 40 વર્ષના સ્ટેશન મેનેજર રૂપેશ કુમાર સિંહની કેટલાક ગુનેગારોએ ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે હત્યારાને પકડવા ટીમનું ગઠન કર્યું છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારની રાત્રે રૂપેશ કુમાર સસિંહ પુનાઇચક વિસ્તારમાં આવેલા તેમના રહેઠાણ કુસુમવિલા એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી રહ્યાં હતાં તે વેળા ગુનેગારો તેમના પર ગોળીબાર કર્યો હતો. તેમને તત્કાળ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતાં.
રાજ્યના પોલીસ અધિકારીઓએ જણાવ્યા મુજબ ઘટનાના સમયે તેમના એપાર્ટમેન્ટનો સીસીટીવી કેમેરા કામ નહોતો કરી રહ્યો. પોલીસ ઘટનાની આસપાસના સ્થળોના સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરી રહ્યાં છે. રૂપેશ કુમારને પર એક સામટી 6 ગોળીઓ મારવામાં આવી હતી. રૂપેશ કુમારના મૃતદેહને સારણ જિલ્લામાં તેમના વતનના ગામે રવાના કરવામાં આવ્યો છે.
હત્યાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી એમ જણાવતાં પટનાના એસપી ઉપેન્દ્ર શર્માએ વધુમાં ઉમેર્યું હતું કે ઘટનાની તપાસ માટે વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જોકે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK