કાશ્મીરમાં ભારતની સૌથી લાંબી રેલ ટનલ

Published: 15th October, 2011 19:15 IST

ભારતીય રેલવેએ ગઈ કાલે કાશ્મીરમાં દેશની સૌથી મોટી રેલવે ટનલ ખુલ્લી મૂકી હતી. આ ટનલ ૧૦.૯૬ કિલોમીટર લાંબી છે, જે કાશ્મીર ખીણને દેશના બાકીના હિસ્સા સાથે જોડવામાં મદદરૂપ બનશે. જમ્મુ પ્રાન્તને જમ્મુથી ૧૯૦ કિલોમીટર દૂર કાશ્મીર ખીણમાં આવેલા બનીહાલ સાથે જોડતી ટનલ ૩૯૧ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે.

 

 

ટનલ બાંધવામાં છ વર્ષનો સમય લાગ્યો છે. આ ટનલની પહોળાઈ ૮.૪૦૫ મીટર છે અને ઊંચાઈ ૭.૩૯૩ મીટર છે. હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કૉર્પોરેશન (એચસીસી) દ્વારા એનું બાંધકામ કરવામાં આવ્યું છે.

આ ટનલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે પ્રોજેક્ટના ભાગરૂપે બનાવવામાં આવી છે. હિમાલયની આસપાસનો વિસ્તાર હોવાથી પથ્થર તોડીને ટનલ બનાવવામાં એચસીસીએ ભારે સમસ્યાનો સામનો કરવો પડતો હતો એટલે તેમણે ટનલ બનાવવા માટે ન્યુ ઑસ્ટ્રેલિયન ટનલિંગ મેથડોલૉજી (એનએટીએમ) અપનાવી હતી. શિયાળામાં અહીં ભારે વરસાદ પડતો હોવાથી તથા તાપમાન માઇનસ ૧૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું રહેતું હોવાથી અહીં કામ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

શું હેતુ છે?

કાશ્મીરમાં કાઝીગુંડથી બનીહાલ વચ્ચેનું ૧૧ કિલોમીટરનું અંતર ઘટાડવા માટે તથા બારામુલ્લા સુધીની યાત્રા સરળ બનાવવા માટે ભારતની સૌથી મોટી ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK