15 ઑગસ્ટના લૉન્ચ થઈ શકે છે દેશની પહેલી કોરોના વેક્સીન

Published: Jul 03, 2020, 11:58 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

હૈદરાબાદની કંપની ભારત બાયોટેકની કોરોના વૅક્સીન-કોવાક્સીન પોતાના છેલ્લા ચરણે પહોંચી ગઈ છે અને હવે જુલાઇથી શરૂ થઈ રહ્યું છે તેનું હ્યૂમન ટ્રાયલ.

કોવાક્સિન
કોવાક્સિન

આનાથી વધારે આશાજનક અને સારા સમાચાર બીજા તો શું હોઇ શકે કે દેશમાં કોરોનાની વૅક્સીન તૈયાર થઈ રહી છે અને આવતાં મહિને 15 ઑગસ્ટના એટલે કે સ્વતંત્રતા દિવસે લૉન્ચ થઈ શકે છે. આ માટે ભારતીય વૈજ્ઞાનિકોએ પોતાની તૈયારીઓમાં ગતિ વધારી દીધી છે. ક્લીનિકલ ટ્રાયલમાં પણ ઝડપ વધારી છે.

15 ઑગસ્ટના લૉન્ચની તૈયારીઓ માટે વધારી ગતિ
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના પ્રમુખ ડૉ. બલરામ ભાર્ગવે દેશના બધી પ્રમુખ મેડિકલ કૉલેજને પત્ર લખીને કહ્યું કે ભારત બાયોટેક સાથે ભાગીદારી હેઠળ નવો કોરોના વેક્સીનનો ટીકો તૈયાર કરવામાં આવી રહ્યો છે. BBV152 COVID Vaccine નામે તૈયાર આ વેક્સીનને 15 ઑગસ્ટના લૉન્ચ કરવાની યોજના છે. આ બાબતે બધી મેડિકલ કૉલેજોને ટ્રાયલમાં ઝડપ લાવવા માટે કહેવામાં આવ્યું છે. જેથી નક્કી કરેલા દિવસે વેક્સીન લૉન્ચ કરી શકાય.

જો કે, આ વેક્સીનના ટ્રાયલમાં લાગેલા ડૉક્ટર્સની રાય આનાથી અલગ છે. તેમણે જણાવ્યું કે હજી હ્યૂમન ટ્રાયલ શરૂ થવામાં ઓછામાં ઓછું એક અઠવાડિયું લાગી શકે છે. સામાન્ય રીતે ટ્રાયલ પૂરું થવામાં 6 મહિના લાગે છે પણ જે સ્પીડથી આ વેક્સીન પર કામ થઈ રહ્યું છે કે પ્રમાણે આ વેક્સીનનું ટ્રાયલ ઝડપથી પૂરું થઈ શકે છે. પછી પણ 15 ઑગસ્ટના વેક્સીન લૉન્ચ કરવી એક મહાત્વાકાંક્ષી પગલું દેખાય છે. શક્ય છે કે સૈદ્ધાંતિક રીતે જાહેરાત પણ કરી દેવામાં આવે કે વેક્સીનને બજારમાં આવવામાં થોડો સમય હજી લાગી કે છે આ સમય ઓછામાં ઓછું 3થી 4 મહિના હોઇ શકે છે.

ભારતમાં બની ચૂકી છે વેક્સીન
ભારતે કોરોનાની વેક્સીન બનાવવામાં લગભગ સફળતા મેળવી લીધી છે. હવે આને વિશ્વની પહેલી કોરોના વેક્સીન કહેવામાં આવશે કે બીજી, એ તો થોડોક સમય પછી જ ખબર પડશે. હાલ આ સમાચારે કોરોના વિરુદ્ધ ભારતની જંગ વધુ મજબૂત બનાવી દીધી છે. ભારત બાયોટેક નામની કંપનીએ ભારતની પહેલી કોરોના વાયરસ વેક્સીન તૈયાર કરી લીધી છે.

વિશ્વમાં હજી કોરોના વાયરસ સામે જંગ જીતવા માટે કોરોના-વેક્સીનની રાહ જોવાઇ રહી છે. વિશ્વમાં અમુક દેશોએ આ વેક્સીનના નિર્માણમાં શરૂઆતની સફળતા મેળવી છે જેમાં એક દેશ ભારત પણ છે. હૈદરાબાદની કંપની ભારત બાયોટેકની કોરોના વેક્સીન-કોવાક્સીન પોતાના અંતિમ ચરણે પહોંચી ગઈ છે અને હવે જુલાઇથી શરૂ થશે આનું હ્યુમન ટ્રાયલ.

ભારત બાયોટેરે જણાવ્યું કે આ વેક્સીનના નિર્માણમાં સફળતા મેળવવા માટે ભારતીય કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજીને પણ શ્રેય જાય છે જેમણે આ વેક્સીનના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK