ભારતીય સ્ટાર્ટઅપ્સ દ્વારા બે ઉપગ્રહો સ્પેસકિડ્સ ઇન્ડિયા અને પિકસેલનું ઇસરોના યુઆર રાવ સૅટેલાઇટ સેન્ટરમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઇસરો માટે આ પ્રથમ વખત હતું જ્યારે એણે કોઈ પ્રાઇવેટ સૅટેલાઇટનું ટેસ્ટિંગ કર્યું છે. પહેલાં ઇસરો પ્રિવેટ કંપનીઓને માત્ર રૉકેટ અને ઉપગ્રહોના વિભિન્ન સ્પેર-પાર્ટ્સના નિર્માણમાં જ મદદ કરતું હતું.
ગયા વર્ષે જૂન મહિનામાં ઇસરોના દરવાજા પ્રાઇવેટ કંપનીઓ માટે ખોલવામાં આવ્યા હતા. સરકારના આ નિર્ણય બાદ આ સંભવ બન્યું છે. એક સ્વતંત્ર ભારતીય રાષ્ટ્રીય અંતરીક્ષ સંવર્ધન અને પ્રાધીકરણ કેન્દ્રની સ્થાપના માત્ર પ્રાઇવેટ ક્ષેત્રની અંતરીક્ષ ગતિવિધિની દેખરેખ કરવા માટે જ નહીં, પણ ઇસરોની સુવિધા માટે પણ કરવામાં આવી છે. આ ઘોષણાના બરાબર આઠ મહિના બાદ ઇસરો આ ઉપગ્રહોને આ મહિનાના અંતમાં નક્કી થેયલા મિશન અંતર્ગત લૉન્ચ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
Women's day:બૉલીવુડ-ડ્રગ્સ અંગે મહિલા ડિટેક્ટિવ આક્રિતી ખત્રીનો ખુલાસો
1st March, 2021 15:46 ISTઇસરોએ અમેઝૉનિયા સહિત ૧૮ સૅટેલાઇટ સફળતાપૂર્વક લૉન્ચ કર્યાં
1st March, 2021 12:31 ISTલાલ કિલ્લાની હિંસા બીજેપીનું ષડયંત્ર : કેજરીવાલનો આક્ષેપ
1st March, 2021 12:28 ISTકોરોનાની રસીની ઓછી કિંમતના મામલે બાયોકોનનાં અધ્યક્ષા સરકાર સામે નારાજ
1st March, 2021 12:24 IST