ગૂગલ-સર્ચમાં સની લીઓનીએ પાછળ રાખી દીધા નરેન્દ્ર મોદીને

Published: 17th December, 2014 03:14 IST

ગૂગલ સર્ચમાં સેક્સી ઍક્ટ્રેસ સની લીઓનીએ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને પણ પાછળ રાખી દીધા છે. ગૂગલ સર્ચના ૨૦૧૪ના લિસ્ટમાં પહેલા નંબરે સની અને બીજા નંબરે નરેન્દ્ર મોદી છે.




ગૂગલે પોતાનું મોસ્ટ સર્ચ્ડ લિસ્ટ જાહેર કર્યું એમાં અવ્વલ સની લીઓની છે. બીજા નંબરે નરેન્દ્ર મોદી, ત્યાર બાદ ત્રીજા નંબરે ઍક્ટર સલમાન ખાન, ચોથા અને પાંચમા નંબરે ઍક્ટ્રેસ કૅટરિના કૈફ અને દીપિકા પાદુકોણ છે. આ રીતે બૉલીવુડના ઍક્ટરોમાં પહેલો સલમાન અને ત્યાર બાદ શાહરુખ ખાન, અક્ષયકુમાર, રણબીર કપૂર અને શાહિદ કપૂરનાં નામ છે. એ રીતે જ કૅટરિના અને દીપિકા બાદ ઍક્ટ્રેસિસમાં આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા અને ઐશ્વર્યા રાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK