સોનાની દાણચોરી કરતા ભારતીયની ધરપકડ

Published: 19th October, 2012 04:55 IST

મુંબઈ છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કથિત રીતે ૯.૫૦ લાખ રૂપિયાની કિંમતની ગોલ્ડ જ્વેલરીનું સ્મગલિંગ કરનારાની કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે ધરપકડ કરી હતી.

વિજય પટેલ નામનો આરોપી મંગળવારે રાતે સિંગાપોરની ફલાઇટથી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઊતર્યો હતો અને ગ્રીન ચૅનલમાંથી ચૂપચાપ બહાર નીકળવાના પ્રયાસમાં હતો ત્યારે કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટને તેના પર શંકા જતાં તેનો પકડ્યો હતો. જે લોકોએ કોઈ વસ્તુ ડિક્લેર કરવાની ન હોય તેઓ ગ્રીન ચૅનલમાંથી સીધા બહાર નીકળતા હોય છે, પણ ન્યુ ઝીલૅન્ડથી વાયા સિંગાપોર થઈને મુંબઈ આવેલા વિજય પટેલે પોતાની પાસે રહેલી ૩૦૦ ગ્રામ વજનની ૯.૦૮ લાખ રૂપિયાની ગોલ્ડ જ્વેલરી સહિત ૫૦ હજાર રૂપિયા ડિક્લેર નહોતા કર્યા અને સીધો બહાર નીકળવાની કોશિશ કરી રહ્યો હતો. કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે તેની અટકાયત કરી હતી અને તેની પાસે રહેલી કૅશ અને જ્વેલરીને જપ્ત કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK