ચીનમાં કોરોના વાઇરસની ચપેટમાં ભારતીય શિક્ષિકા

Published: Jan 26, 2020, 11:59 IST | Mumbai Desk

ભાઈએ સારવાર માટે મદદ માગી: ૯૨ દાતાઓએ પ્રીતિ મહેશ્વરીની સારવાર માટે ૨૯.૪૩ લાખ રૂપિયાનું દાન આપ્યું

ચીનમાં કોરોના વાઇરસનું ઇન્ફેક્શન સતત વધી રહ્યું છે. આ દરમિયાન ચીનમાં ૪૧ વર્ષનાં ભારતીય શિક્ષિકા પ્રીતિ મહેશ્વરી પણ કોરોના વાઇરસના ઇન્ફેક્શનમાં સપડાઈ ગયાં છે. પ્રીતિની હૌઝોંગ યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી ઍન્ડ શેનઝેન હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને અહીં ૧૧ જાન્યુઆરીએ દાખલ કરવામાં આવ્યાં છે. શુક્રવારે તેમની હાલત ગંભીર થતાં તેમને આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે.

પ્રીતિ મહેશ્વરીને હાલમાં વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. પ્રીતિ મહેશ્વરી શેન્જેનવની ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ટીચર છે. ચીનમાં તેમની સારવાર માટે ૧૦ લાખ યુઆનનો ખર્ચ જણાવવામાં આવ્યો છે. મહેશ્વરીની સારવાર માટે ઍમેઝૉન બૅન્ગલોરમાં નોકરી કરતા તેના ભાઈ મનીષ થાપાએ ૧ કરોડ રૂપિયાના ફંડની મદદ માગી છે. અત્યાર સુધી ૯૯૨ દાતાઓ દ્વારા મહેશ્વરીની સારવાર માટે ૨૯.૪૩ લાખ રૂપિયાનું દાન પણ ભેગું કરી દેવામાં આવ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK