બાલાકોટ સ્ટ્રાઇક પછી ગુમ પાકિસ્તાની સબમરીન માટે 21 દિવસ શોધ ચાલેલી

Published: Jun 24, 2019, 09:27 IST | પાકિસ્તાન

બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની એક અત્યાધુનિક ​​​​​​​સબમરીન અચાનક ગાયબ થઈ ગઈ હતી.

ફોટો- ANI
ફોટો- ANI

બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની એક અત્યાધુનિક સબમરીન અચાનક ગાયબ થઈ ગઈ હતી. આતંકવાદી ઠેકાણાં પર હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ જોવા મળી રહ્યો છે. ભારતીય નેવીએ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરમાણુ સબમરીન આઇએનએસ કલવરી અને ચક્રને પાકિસ્તાન સાથે સંલગ્ન સમુદ્ર સીમા પર તહેનાત કરી હતી. નેવીએ હેલિકૉપ્ટર અને સેટેલાઈટની મદદથી પાકિસ્તાનની સબમરીન ‘પીએનએસ સાદ’ની લોકેશન શોધી હતી. નેવીનું આ તપાસ અભિયાન લગભગ ૨૧ દિવસ સુધી ચાલ્યું હતું.

સરકારી સૂત્રોએ જણાવ્યું કે ૧૪ ફેબ્રુઆરીએ પુલવામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી હુમલા બાદ ભારતીય નેવીએ અભ્યાસ રોકી દીધો હતો અને મોટા પ્રમાણમાં યુદ્ધ માટેનો રસાલો પાકિસ્તાન સરહદ નજીક તહેનાત કરી દીધો હતો. તેનાથી પાકિસ્તાનને લાગ્યું કે ભારત સમુદ્ર માર્ગેથી હુમલો કરી ૪૦ જવાનોની શહાદતનો બદલો લેશે, પરંતુ ભારતીય વાયુસેનાએ ફેબ્રુઆરીમાં બાલાકોટમાં હુમલો કરી આતંકવાદી શિબિરોને ધ્વસ્ત કરી હતી.

પાકિસ્તાન સબમરીન ૩ દિવસમાં ગુજરાત પહોંચે તેવી આશંકા હતી, એ બાદ ભારતે પાકિસ્તાન સેનાની પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી. આ દરમ્યાન ખ્યાલ આવ્યો કે પાકિસ્તાન નેવીની ઑગસ્ટા ક્લાસની સબમરીન પીએનએસ સાદ કરાચી પાસે સમુદ્રમાં ગુમ થઈ ગઈ હતી ત્યારે એજન્સીઓએ ગંભીર ખતરો જણાવતા ત્રણ દિવસમાં તે ગુજરાત અને આગામી પાંચ દિવસમાં મુંબઈ પહોંચી જાય તેવી આશંકા વ્યક્ત કરી હતી. પાકિસ્તાન સબમરીનની ભાળ મેળવવા ભારતે અનેક યુદ્ધજહાજ અને ટોહી વિમાન અરબ સાગરમાં તહેનાત કર્યાં હતાં.

આ પણ વાંચો : 700 તીર્થયાત્રી જ કરતારપુરમાં દર્શન કરી શકે : પાકિસ્તાન

તણાવ વધતાં ભારતે ૬૦ યુદ્ધજહાજ તહેનાત કર્યાં હતાં. પીએનએસ સાદ ભારતીય સરહદમાં ઘૂસી હોવાની આશંકાને લઈને સૈન્ય ઓપરેશનની પૂરી તૈયારી કરવામાં આવી હતી, પરંતુ ૨૧ દિવસની વ્યાપક તપાસ અભિયાન દરમ્યાન પીએનએસ સાદ પાકિસ્તાનના પશ્ચિમી તટે દેખાઈ હતી. બાલાકોટ અૅરસ્ટ્રાઈક પછી પાકિસ્તાને તેને છુપાવી દીધી હતી. તણાવ વધતાં ભારતે આઈએનએસ વિક્રમાદિત્ય સહિત ૬૦ યુદ્ધજહાજ ઉત્તરી અરબ સાગરમાં તહેનાત કર્યાં હતાં જેનાથી પાકિસ્તાન નેવી એ માત્ર મકરાન તટ સુધી જ સીમિત રહી ગઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK