રેલવેના ભાડા બાદ સબસિડી વગરના સિલિન્ડરમાં થયો તોતીંગ ભાવ વધારો

Published: Jan 01, 2020, 18:10 IST | New Delhi

કેન્દ્ર સરકારે સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. સરકારે નવા વર્ષે સબસિડી વગરના એલપીજી સિલિન્ડરનો ભાવ 19 રૂપિયા વધારી દીધો છે. જ્યારે હવાઈ ઈંધણની કિંમતમાં 2.6 ટકા વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

એલપીજી સિલીન્ડર (PC : Jagran)
એલપીજી સિલીન્ડર (PC : Jagran)

એક તરફગુજરાત રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરીને નવા વર્ષની ભેટ આપી છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. સરકારે નવા વર્ષે સબસિડી વગરના એલપીજી સિલિન્ડરનો ભાવ 19 રૂપિયા વધારી દીધો છે. જ્યારે હવાઈ ઈંધણની કિંમતમાં 2.6 ટકા વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ સરકારે મંગળવારે રેલવે ભાડામાં 1-4 પૈસા પ્રતિ કિલોમીટરના દરથી વધારો કરવાનો નિર્ણય લીધો હતો.

કમર્શિયલ સિલિન્ડરમાં 29.50 રૂપિયાનો થયો ભાવ વધારો
કમર્શિયલ સિલિન્ડર(19 કિલો)ના ભાવમાં 29.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કારોબારીઓએ હવે સિલિન્ડર માટે 1325.00 રૂપિયા ચુકવવા પડશે. સતત પાંચમાં મહિને રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

રેલવેના ભાડામાં પણ નવા વર્ષથી થયો વધારો
ભારતીય રેલવેએ તાજેતરમાં જ ભાડું દર્શાવતો એક ચાર્ટ બહાર પાડ્યો હતો. તે મુજબ, 1 જાન્યુઆરી 2020થી સેકન્ડ(સામાન્ય) ક્લાસ માટેના ભાડામાં પ્રતિ કિમી 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે એસી ક્લાસમાં મુસાફરી કરનાર માટે 4 પૈસા પ્રતિ કિમીનો વધારો કરવામાં આવ્યો છે. સ્લીપર ક્લાસમાં મુસાફરી કરનાર મુસાફરો માટે 2 પૈસા પ્રતિ કિમીનો વધારો કરવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK