પુર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીની હાલત ગંભીર, રાષ્ટ્રપતિ AIIMS પહોંચ્યા

Published: 16th August, 2019 12:48 IST | New Delhi

ભારતના પુર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીની હાલત ગંભીર છે. હાલ તે AIIMS માં દાખલ છે. ઓગસ્ટ 9ના રોજ અરૂણ જેટલી એઈમ્સમાં દાખલ થયા હતા.

New Delhi : ભારતના પુર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીની હાલત ગંભીર છે. હાલ તે AIIMS માં દાખલ છે. ઓગસ્ટ 9ના રોજ અરૂણ જેટલી એઈમ્સમાં દાખલ થયા હતા. મળતી માહિતી મુજબ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બપોર 11 વાગે AIIMS પહોંચ્યા હતા.


અરૂણ જેટલીને શ્વાસમાં તકલીફના કારણે છેલ્લા 8 દિવસથી
AIIMS માં દાખલ છે
અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ અને નબળાઈના કારણે છેલ્લા 8 દિવસથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. AIIMSના તબિબોએ જણાવ્યું હ્તું કે, જેટલીના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર છે. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બોડલા અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓઓ હિસ્પિટલ પહોંચ્યા હતાં અને જેટલીના ખબર અંતર પુછ્યાં હતાં.

આ પણ જુઓ : આ રીતે દિલ્હીના પહેલા મહિલા CMથી વિદેશ પ્રધાન બન્યા સુષ્મા સ્વરાજ, રૅર ફોટોઝ

AIIMS ના ડૉક્ટરો ખડે પગે
AIIMSના એક વરિષ્ઠ તબિબે જણાવ્યું હતું કે, જેટલીને એક સ્વાસ્થ્ય સંબંધી તપાસ માટે સવારે 10 વાગ્યે હ્યદયરોગ વિભાગમાં દાખલ કરાવવામાં આવ્યા હતાં. એંડોક્રિનોલોજિસ્ટ, નેફ્રોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK