ઑસ્ટ્રેલિયામાં લાગેલી આગમાં ભારતીય દંપતીએ છાવણી બનાવી કઢી-ભાત ખવરાવ્યાં

Published: Jan 06, 2020, 17:18 IST | Mumbai Desk

આગને લીધે સંબંધિત વિસ્તારમાં રહેનારા સેંકડો લોકો બેઘર બનતાં મેલબર્ન સ્થિત ચૅરિટી સિખ વૉલન્ટિયર્સ ઑસ્ટ્રેલિયાની રાહત છાવણીમાં રહે છે.

છેલ્લા ચાર મહિનાથી દક્ષિણ-પૂર્વીય ઑસ્ટ્રેલિયાના જંગલમાં ભીષણ આગ લાગી છે. સરકારે ત્રીજી વખત રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. આગને લીધે સંબંધિત વિસ્તારમાં રહેનારા સેંકડો લોકો બેઘર બનતાં મેલબર્ન સ્થિત ચૅરિટી સિખ વૉલન્ટિયર્સ ઑસ્ટ્રેલિયાની રાહત છાવણીમાં રહે છે. 

ઑસ્ટ્રેલિયામાં રહેતા અને ‘દેશી ગ્રિલ’ નામની રેસ્ટોરાં ચલાવતા ભારતીય મૂળના સિખ દંપતી કંવલજિત સિંહ અને તેમનાં પત્ની કમલજિત કૌર તથા તેમના કર્મચારીઓ કઢી-ભાત બનાવીને આ એનજીઓને આપે છે, જેનાથી આ બેઘર લોકોનું પેટ ભરાઈ શકે. ૬ વર્ષથી ઑસ્ટ્રેલિયામાં રહેતા આ સિખ દંપતીનું કહેવું છે કે અમને લાગ્યું કે અન્ય ઑસ્ટ્રેલિયન્સની જેમ અમારે પણ આગથી બેઘર બનેલા લોકોની મદદ કરવી જોઈએ. નવા વર્ષની પૂર્વસંધ્યાએ આ દંપતીએ વૉલન્ટિયર્સને ૫૦૦ લોકોનું ભોજન તૈયાર કરવામાં મદદ કરી હતી. તેમની પાસે એકસાથે ૧૦૦૦ લોકોનું ભોજન તૈયાર કરવાની ક્ષમતા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK