એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા વારંવાર યુદ્ધવિરામ ભંગની સામે ભારતીય સેનાએ જડબેસલાક કાર્યવાહી કરી હતી. જેમાં પાકિસ્તાની સેનાના ૩ સૈનિકો માર્યા ગયા અને અનેક સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ઇન્ડિયન આર્મીએ કાશ્મીરના રાઝોરીના નૌશેરા સૅક્ટર ખાતે પાકિસ્તાની સેનાના યુદ્ધવિરામ ભંગ વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરી હતી. આ દરમ્યાન દુશ્મન દેશની મહત્ત્વની ચાર સેના ચોકીઓ પણ ભારતીય સેનાએ નષ્ટ કરી નાખી હતી. રવિવારે દુશ્મન દેશની સેનાએ તેના આતંકીઓને ભારતની સરહદમાં ઘૂસાડવાના કાવતરા હેઠળ એલઓસી પર યુદ્ધવિરામનો ભંગ કરી ભારતીય સુરક્ષા દળોનું ધ્યાન ભટકાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો, પરંતુ ભારતીય સુરક્ષા દળોની બાજનજરથી આતંકીઓ બચી શક્યા નહીં.
ભારતીય સેનાએ આતંકીઓને કવર ફાયર આપી રહેલી પાકિસ્તાની સેનાને વાજબી પાઠ ભણાવતા જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં તેના ૩ સૈનિકોનાં મોત થયાં હતાં અને અન્ય સૈનિકો ઘાયલ થયા હતા. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી હેતબાઈ ગયેલી પાકિસ્તાની સેનાએ હાલમાં રાઝોરી એલઓસી પર યુદ્ધવિરામ ભંગ બંધ કરી દીધું હતું.
Share Market: સેન્સેક્સમાં 834 અંકનો ઉછાળો, Bajaj Finservના શૅરમાં ઉછાળો
19th January, 2021 15:45 ISTવિધાનસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાજકીય ઘમસાણ
19th January, 2021 14:18 ISTદિલ્હીમાં કોણ આવશે, કોણ નહીં એ પોલીસ નક્કી કરશે: ખેડૂતોની ટ્રૅક્ટર-રૅલી પર સુપ્રીમનું નિવેદન
19th January, 2021 14:16 ISTવડા પ્રધાન મોદીની અમદાવાદ અને સુરતને મેટ્રોની ગિફ્ટ
19th January, 2021 14:13 IST