ભારતીય વાયુસેનાનું AN-૩૨ પ્લેન લાપતા, ૧૩ લોકો હતા સવાર

દિલ્હી | Jun 04, 2019, 11:17 IST

ભારતીય વાયુસેનાના એક એએન-૩૨ પ્લેને સોમવારે આસામથી જોરહાટ ઍરબેઝ પરથી ઉડાન ભરી હતી. પરંતુ એને ઉડાન ભર્યાને ત્રણ કલાક થઈ ગયા પરંતુ એનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. આ પ્લેન અરુણાચલ પ્રદેશના મેંચુકા ઍર ફીલ્ડ પરથી ગાયબ થઈ ગયું છે.

ભારતીય વાયુસેનાનું AN-૩૨ પ્લેન લાપતા, ૧૩ લોકો હતા સવાર

ભારતીય વાયુસેનાના એક એએન-૩૨ પ્લેને સોમવારે આસામથી જોરહાટ ઍરબેઝ પરથી ઉડાન ભરી હતી. પરંતુ એને ઉડાન ભર્યાને ત્રણ કલાક થઈ ગયા પરંતુ એનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. આ પ્લેન અરુણાચલ પ્રદેશના મેંચુકા ઍર ફીલ્ડ પરથી ગાયબ થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે ગ્રાઉન્ડ ર્સોસ સાથે તેમનો અંતિમ સંપર્ક લગભગ બપોરે ૧ વાગ્યે થયો હતો. પ્લેનમાં ૧૩ લોકો સવાર હતા.

બતાવવામાં આવી રહ્યું છે કે વાયુસેનાનું એએન-૩૨ પ્લેન આસામના જોરહાટથી અરુણાચલ પ્રદેશ જવા માટે રવાના થયું હતું ત્યાર બાદ એ લાપતા થયું છે. પ્લેન જોરહાટથી ૧૨.૨૫ પર ઊડી રહ્યું હતું. છેલ્લે એક વાગ્યાની સાથે સંપર્ક થયો હતો, ત્યાર બાદથી એ સંપર્ક વિહોણું છે.

વાયુસેનાનાં સૂત્રો અનુસાર પ્લેનમાં આઠ ક્રૂ-મેમ્બર અને પાંચ યાત્રીઓ સવાર હતા. પ્લેનને શોધવા માટે તમામ જરૂરી સંશાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં પ્લેન સાથે જોડાયેલી કોઈ જાણકારી સામે નથી આવી.

૨૦૧૬માં ચેન્નઈથી પોર્ટ બ્લેર જઈ રહેલું એએન-૩૨ પ્લેન લાપતા થયું હતું. એમાં ભારતીય વાયુસેનાના ૧૨ જવાન, ૬ ક્રૂ-મેમ્બર, ૧ નૌસૈનિક, ૧ સેનાનો જવાન અને એક જ પરિવારના ૮ સભ્યો હાજર હતા. આ પ્લેનને શોધવા માટે સબમરીન, આઠ પ્લેન અને ૧૩ બોટ લગાવવામાં આવ્યાં હતાં. આ પ્લેન લાપતા થવાનું આજે પણ એક ગુથ્થી બની ગયું છે. આ પ્લેનનો ન કાટમાળ મળ્યો કે ન એમાં સવાર યાત્રી મળ્યા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK