Indian Air Force Recruitment 2019: એરમેન માટે ભરતી શરૂ, જાણો વિગતો

મુંબઈ ડેસ્ક | Oct 10, 2019, 15:24 IST

આ પ્રક્રિયા નવી દિલ્હીના લોક કલ્યાણ માર્ગ પર આવેલી વિલિંગ્ડન કેમ્પ, એરફોર્સ સ્ટેશન પર આયોજિત હશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

એર ફોર્સમાં નોકરીની શોધ કરી રહ્યા છો તો યુવાનો માટે ગોલ્ડન ચાન્સ છે. ઇન્ડિયન એર ફોર્સે સ્પોર્ટ્સ કેટેગરી દ્વારા ભરતીની શરૂઆત કરી છે. એર ફોર્સમાં ગ્રુપ વાઇ ટ્રેડર્સ (નૉન ટેક્નિકલ)માં એર મેન માટે વેકેન્સી શરૂ કરી છે. એવામાં યોગ્ય અને ઇચ્છુક ઉમેદવાર યોગ્ય કેટેગરી અંતર્ગત અરજી કરી શકે છે.

આ એરમેન રિક્રૂટમેન્ટ સિલેક્શન ટ્રાયલની પ્રક્રિયા 18 નવેમ્બરથી 23 નવેમ્બર વચ્ચે આયોજિત કરવામાં આવી છે. આ પ્રક્રિયા નવી દિલ્હીના લોક કલ્યાણ માર્ગ પર આવેલી વિલિંગ્ડન કેમ્પ, એરફોર્સ સ્ટેશન પર આયોજિત હશે.

અરજી કરવા માટે મહત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ- વિજ્ઞાપન નીકળવાના 21 દિવસ સુધી (એટલે કે ઉમેદવાર જાહેરાતના 21 દિવસ સુધી અરજી કરી શકે છે.)

IAF વેકેન્સી ડિટેલ
ડેઝિગ્નેશન - એરમેન

યોગ્યતા
શૈક્ષણિક યોગ્યતા
આ પદ માટે અરજી માટે ઉમેદવારને કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ કે સંસ્થામાંથી કોઇપણ વિષયમાં 12મી પાસ હોવું આવશ્યક છે. વધુ માહિતી માટે ઉમેદવાર ઑફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કરી શકે છે.

એજ લિમિટ
આ પદની અરજી કરવા માટે 21 વર્ષનું એજલિમિટ નક્કી કરવામાં આવી છે.

IAF Airmen posts: આ રીતે કરો અરજી
અરજી કરવા માટે ઉમેદવારે એપ્લિકેશન ફૉમ મોકલવું પડશે. આના ઉમેદવારે સેક્રેટ્રી, એર ફોર્સ સ્પોર્ટ્સ કંન્ટ્રોલ બોર્ડ, સી/ઓ એર ફોર્સ સ્ટેશન નવી દિલ્હી, રેસ કોર્સના એડ્રેસ પર મોકલવાનું રહેશે. અરજી કરતાં પહેલા ઉમેદવારે નોટિફિકેશન ધ્યાનથી વાંચવા.

આ પણ વાંચો : જાણીતા સેલિબ્રિટિઝના એવા રૅર અને અનસીન ફોટોઝ, જે આ પહેલા ક્યારેય નહીં જોયા હોય..

જણાવીએ કે વાયુસેના નોકરીની શોધ કરતાં યુવાનો માટે હજી અનેક અવસરો છે. પ્રેસ ઇન્ફોર્મેન્સ બ્યૂરો પ્રમાણે, હજી વાયુસેનામાં કુલ 14306 જગ્યાઓ ખાલી છે. એવામાં ઉમેદવારો આગામી સમય માટે પણ તૈયારી કરી શકે છે. આ પદ રિટાયરમેન્ટને કારણે ખાલી થયા છે. એવામાં આશા છે કે ધીમે ધીમે જગ્યાઓ ભરાતી જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK